શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યના 11 જિલ્લામાં પાંચથી ઓછા કેસ નોંધાયા, જાણો
રાજ્યમાં આજે 806 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. રાજ્યના કુલ 11 જિલ્લાઓમાં પાંચથી ઓછા કોરોના વાયરસના કેસ નોંધાયા છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે સાજા થનારા ર્દદીઓની સંખ્યા પણ વધી છે. રાજ્યમાં આજે 806 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. રાજ્યના કુલ 11 જિલ્લાઓમાં પાંચથી ઓછા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,39,771 લોકો કોરોને મ્હાત આપી ચુક્યા છે.
અરવલ્લી,ભરૂચ, છોટા ઉદેપુર, પાટણમાં 4-4 કેસ નોંધાયા છે. અમદાવાદ, ભાવનગર, નવસારી અને તાપીમાં 3-3 કેસ નોંધાયા છે. જામનગર અને મહીસાગરમાં માત્ર 2-2 કેસ નોંધાયા છે જ્યારે બોટાદ જિલ્લામાં માત્ર 1 કેસ નોંધાયો છે.
સૌથી વધુ 123 કેસ અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા છે. જેની સામે 127 લોકો સાજા થયા છે. સુરત કોર્પોરેશનમાં 103 કેસ નોંધાયા છે જ્યારે 121 લોકો સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. વડોદરા કોર્પોરેશનમાં 90 કેસ નોંધાયા છે, જ્યારે 185 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement