(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના દર્દીઓને નવજીવન આપતો ઓક્સિજન બનાવવાનાં મશીન મળે છે બજારમાં, જાણો શું છે કિંમત ?
આ મશીનની કિંમત તેની ક્ષમતા, ફીચર્સ મુજબ હોય છે. જે બજારમાં 6 હજાર રૂપિયાથી લઈ બે લાખ રૂપિયા સુધીમાં ઓનલાઈન મળે છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસે હનુમાન કૂદકો લગાવ્યો છે. એક જ દિવસમાં કેસમાં 35 હજારથી વધુનો ઉછાળો આવ્યો છે. કોરોના થયા બાદ ઘણા લોકોના ઓક્સિજનની તંગીના કારણે મોત થયા હતા. વિશેષજ્ઞના કહેવા મુજબ ઓક્સિજન લેવલ 92 ટકાથી નીચે હોય વ્યક્તિની સ્થિતિ ગંભીર છે અને તેને હોસ્પિટલ લઈ જવાની જરૂર છે. શરીરમાં ઓક્સિજન લેવલ ઘટવાના અનેક કારણો છે. ઓક્સિજન લેવલ ઘટવાનો મતલબ તમને કોરોના છે તેમ ન કહી શકાય.
કોરોનાના દર્દીઓને ઓક્સિજનની હાલ સૌથી વધારે જરૂર પડે છે અને આ મશીન ઘરે પણ બનાવી શકાય છે. જેને પોર્ટેબલ ઓક્સિજન કંસન્ટ્રેટર કહેવાય છે. આ મશીનમાં મોટર હોય છે અને વીજળીથી ચાલે છે, તેને બેટરીથી પણ ઓપરેટ કરી શકાય છે. તે હવામાંથી ઓક્સિજન લે છે અને બાકી ગેસને બહાર કાઠે છે. આ મશીનને સરળતાથી ફેરવી શકાય તે માટે નીચે વ્હીલ લગાવેલા હોય છે.
આ મશીન હવામાં રહેલા ઓક્સીજનનથી દર્દીને 10 લીટર સુધી ઓક્સિજન આપી શકે છે. હવામાં 21 ટકા ઓક્સિજન હોય છે. આ મશીન તેને કંસન્ટ્રેટ કરીને 10 લીટર મેડિકલ ઓક્સિજન તૈયાર કરે છે.
આ કંસન્ટ્રેટર ઓક્સિજન સિલિન્ડર જેવું જ કામ કરે છે અને નાક કે ઓક્સિજન માસ્કની મદદથી દર્દીને સીધો ઓક્સિજન આપી શકે છે. જોકે ઓક્સિજન સિલિન્ડરમાં એક નિયત માત્રામાં ઓક્સિજન હોય છે, જ્યારે કંસન્ટ્રેટરમાં સતત હવા દ્વારા ઓક્સિજન તૈયાર કરીને દર્દીને આપવામાં આવે છે. જો લાઈટ જતી રહે અને દર્દીને ઓક્સિજનની જરૂર હોય તો બેટરી દ્વારા પણ ચલાવી શકાય છે.
આ સિલિન્ડર ઓફલાઇન અને ઓનલાઇન મળે છે. તેમાં 99 ટકા શુદ્ધ ઓક્સિજન હોય છે. 600 ગ્રામ વજનવાળા સિલિન્ડરમાં આશરે 70 લીટર ઓક્સિજન હોય છે. પોર્ટેબલ સિલિન્ડરની કિટમાં એક વાલ્વની સાથે કેનુલા માસ્ક પણ મળે છે.
આ મશીનની કિંમત તેની ક્ષમતા, ફીચર્સ મુજબ હોય છે. જે બજારમાં 6 હજાર રૂપિયાથી લઈ બે લાખ રૂપિયા સુધીમાં ઓનલાઈન મળે છે.