શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: રાજ્યમાં કોરોનાના આજે 78 નવા કેસ નોંધાયા, ત્રણનાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 1099
ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1099 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 41 લોકોએ આ વાયરસથી જીવ ગુમાવ્યો છે.
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનો કહેર થમી નથી રહ્યો. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે વધુ 78 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે ત્રણ લોકોનાં મોત થયા છે. આ સાથેજ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1099 થઈ છે અને અત્યાર સુધીમાં 41 લોકોનાં મોત થયા છે.
આજ જે 78 નવા કેસ નોંધાયા છે તેમાં અમદાવાદમાં 32, સુરત-38, વડોદરા-5 અને બનાસકાંઠામાં 3 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આજે 12 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આ સિવાય કુલ પોઝિટિવ કેસમાંથી 963 સ્ટેબલ છે અને 9 લોકો વેન્ટીલેટર પર છે.
છેલ્લા 24 કલાકમાં 2535 ટેસ્ટ થયા છે. જેમાંથી 170 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં 622 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે વડોદરામાં કુલ 142 કેસ થયા છે અને સુરતમાં 140 કેસ છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 23438 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 1099 પોઝિટિવ આવ્યા છે જ્યારે 22339 નેગેટિવ આવ્યા છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 13 હજાર 835 પર પહોંચી ગઈ છે. જેમાંથી 452 લોકોનો કાતિલ કોરોનાએ ભોગ લીધો છે અને 1766 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion