શોધખોળ કરો

Iskcon Bridge Accident:ઇસ્કોન બ્રીજ અકસ્માત કેસમાં પ્રજ્ઞેશ પટેલને કોર્ટે આપ્યા જામીન

અમદાવાદ ચકચારી ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસને લઇને મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે.આરોપી પ્રજ્ઞેશ પટેલના જામીન કોર્ટે મંજૂર કર્યાં છે. હાઇકોર્ટે શરતી જામીન  મંજૂર કર્યાં  છે.

Iskcon Bridge Accident: અમદાવાદમાં ચકચારી ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી પિતા  પ્રજ્ઞેશ પટેલને જામીન મળ્યા છે. હાઇકોર્ટે શરતી જામીન  મંજૂર કર્યાં હતા.અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સૌથી મહત્વના સમાચાર સામે આવ્યાં છે.  શહેરના ઇસ્કોન બ્રિજ અકસ્માતના મુખ્ય આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન મળ્યા છે. આ પહેલા પણ તેઓ  સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાંથી પણ જામીન માંગી ચૂક્યા હતા પરંતુ આ સમયે તેની જામીન  અરજી ફગાવી દેવામાં આવી હતી. પ્રજ્ઞેશ પટેલને કેન્સર હોવાથી સારવાર માટે તેમણે જામીન માટે અરજી કરી હતી. બંને વખત તેમની અરજીને કોર્ટે ફગાવી હતી. આજે ગુજરાત હાઇકોર્ટે જામીન અરજી પર સુનાવણી કરતા  પ્રજ્ઞેશ પટેલના જામીન મંજૂર કર્યાં છે.                                               

શું હતો સમગ્ર કેસ

તથ્ય પટેલે 19મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં 10  લોકોને જીવતા કચડી નાખ્યા હતા. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. મોડી રાત્રે બનેલી એક અકસ્તમાની ઘટનામાં લોકો ટોળો વળ્યા હતા અને પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે 140 કરતા વધુ ગતિમાં જેગુઆર કાર લઈને આવેલા તથ્યએ લોકોને કચડી નાખ્યા હતા. જોકે, તથ્યની અમુક જ કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. તથ્ય પટેલે આચરેલા કૃત્ય સામે 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં તેનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતની બાબતોનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરવામાં આવ્યો હતો. માત્ર 10 દિવસની અંદર 9 લોકોને કચડી નાખનારા તથ્ય પટેલ સામેની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફાઈલ કરી દેવામાં આવી હતી. જેમાં 50 લોકોના પોલીસને નિવેદન લીધા હતા. અકસ્માત સ્થળ રૂટના CCTV ફૂટેજ, તથ્યનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મધરાતે સર્જાયેલા અકસ્માત મામલે ઇસ્કોન બ્રિજ પર ટોળું ભેગું થયું હતું. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ટોળાને કચડી માર્યા હતા. જેમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનું પણ મોત નીપજ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કમોસમી વરસાદના કારણે સાણંદના ખેડૂતો થયા પાયમાલ: કહ્યું- “હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો”
કમોસમી વરસાદના કારણે સાણંદના ખેડૂતો થયા પાયમાલ: કહ્યું- “હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો”
Rain Forecast: આગામી 2 દિવસ રાજ્યના આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Rain Forecast: આગામી 2 દિવસ રાજ્યના આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
...તો ખતમ થઈ જશે સંજુ સેમસનનું કરિયર,કઈ ગેમ રમી રહ્યો છે ગૌતમ ગંભીર? રિપોર્ટમાં મોટો ખુલાસો
...તો ખતમ થઈ જશે સંજુ સેમસનનું કરિયર,કઈ ગેમ રમી રહ્યો છે ગૌતમ ગંભીર? રિપોર્ટમાં મોટો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Kumar Kanani : ખેડૂતોનું દેવું માફ કરો, પૂર્વ મંત્રી કુમાર કાનાણીની મુખ્યમંત્રીને રજૂઆત
Hun To Bolish: હું તો બોલીશ : મોતનો મલાજો તો જાળવો
Hun To Bolish: હું તો બોલીશ : વતનના ખેડૂતો માટે ઉદ્યોગપતિઓ બને રતન
Hun To Bolish: હું તો બોલીશ : ખેડૂતોના માથે દેવાનો ડુંગર?
Ambalal Patel Predication: હવે ઉત્તર ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જુઓ શું કહ્યું?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કમોસમી વરસાદના કારણે સાણંદના ખેડૂતો થયા પાયમાલ: કહ્યું- “હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો”
કમોસમી વરસાદના કારણે સાણંદના ખેડૂતો થયા પાયમાલ: કહ્યું- “હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો”
Rain Forecast: આગામી 2 દિવસ રાજ્યના આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Rain Forecast: આગામી 2 દિવસ રાજ્યના આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
...તો ખતમ થઈ જશે સંજુ સેમસનનું કરિયર,કઈ ગેમ રમી રહ્યો છે ગૌતમ ગંભીર? રિપોર્ટમાં મોટો ખુલાસો
...તો ખતમ થઈ જશે સંજુ સેમસનનું કરિયર,કઈ ગેમ રમી રહ્યો છે ગૌતમ ગંભીર? રિપોર્ટમાં મોટો ખુલાસો
CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને સોંપ્યા જિલ્લા: નાયબ મુખ્યમંત્રી સહિત 25 પ્રભારી મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી, જુઓ લિસ્ટ
CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને સોંપ્યા જિલ્લા: નાયબ મુખ્યમંત્રી સહિત 25 પ્રભારી મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી, જુઓ લિસ્ટ
ખેડૂતોની પડખે ગુજરાત સરકાર! CM ભૂપેન્દ્ર પટેલનો અધિકારીઓને મોટો નિર્દેશ, તાત્કાલિક સર્વે કરીને....
ખેડૂતોની પડખે ગુજરાત સરકાર! CM ભૂપેન્દ્ર પટેલનો અધિકારીઓને મોટો નિર્દેશ, તાત્કાલિક સર્વે કરીને....
રેલિંગ વચ્ચે ફસાયેલા, ચીસો પાડતા લોકો, આંધ્રપ્રદેશની શ્રીકાકુલમની ભયંકર ઘટનાનો વીડિયો
રેલિંગ વચ્ચે ફસાયેલા, ચીસો પાડતા લોકો, આંધ્રપ્રદેશની શ્રીકાકુલમની ભયંકર ઘટનાનો વીડિયો
કેટલાક લોકોના વાળ બાળપણમાં જ કેમ સફેદ થવા લાગે છે? શરીરમાં આ વિટામિન્સની હોઈ શકે છે ઉણપ
કેટલાક લોકોના વાળ બાળપણમાં જ કેમ સફેદ થવા લાગે છે? શરીરમાં આ વિટામિન્સની હોઈ શકે છે ઉણપ
Embed widget