બિપરજોય વાવાઝોડાએ બદલી દિશા પણ ગુજરાત પર સંકટ યથાવત, 15 જૂને કચ્છમાં લેન્ડફોલ કરશે ચક્રવાત
હવામાન વિભાગ પ્રમાણે 15 જૂન અને ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 150 કિમીની વિનાશકારી વાવાઝોડું ગતિ સાથે કચ્છના જખૌ બંદરે ત્રાટકશે. જે બાદ તારીખ 24 કલાક સુધી કચ્છને ઘમરોળશે અને રાજસ્થાન તરફ આગળ વધશે.
Biparjoy Cyclone: અરબી સમુદ્રમાં વાવાઝોડુ 'બિપરજોય' તેના બાંગ્લા ભાષામાં અર્થ મૂજબ સૌરાષ્ટ્ર માટે વિપત્તી સાબિત થયું છે. દરિયામાં 900 કિલો મીટરનું અંતર કાપીને હવે 190 કિલોમીટરની અતિશય જોખમી ઝડપ સાથે કલાકના 4 કિમીની ગતિએ પોરબંદરથી 290, દ્વારકાથી 280 કિમિ દૂર, નલિયાથી 380 કિમિ દૂર , જખૌથી 360 કિમિ દૂર છે. બિપોરજોય વાવાઝોડાએ બદલી દિશા પરંતુ ગુજરાત પર સંકટ યથાવત છે. બીપોરજોય વારંવાર દિશા બદલી રહ્યું છે. બીપોરજોય 9 કિમીની પ્રતિકલાકની ઝડપે આગળ વધ્યું છે.
હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે વાવાઝોડું15 જૂને કચ્છમાં લેન્ડફોલ કરશે. કચ્છના નલિયા, જખૌ, ગાંધીધામ, માંડવી, મુંદ્રા, લખપતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 14 જૂનથી ઝડપી પવન સાથે ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગ પ્રમાણે 15 જૂન અને ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 150 કિમીની વિનાશકારી વાવાઝોડું ગતિ સાથે કચ્છના જખૌ બંદરે ત્રાટકશે. જે બાદ તારીખ 24 કલાક સુધી કચ્છને ઘમરોળશે અને રાજસ્થાન તરફ આગળ વધશે.
ગંભીર વાત એ છે કે વાવાઝોડુ કચ્છમાં લેન્ડફોલ કરશે ત્યારે તે વેરી સિવિયર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે પ્રચંડ શક્તિશાળી ચક્રાવાત રહેશે જેના પગલે સમગ્ર કચ્છ, દ્વારકા, જામનગર જિલ્લામાં રેડ એલર્ટ અને સૌરાષ્ટ્રના બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
સૌરાષ્ટ્ર-કચ્છના બંદરો પર સર્વાધિક ખતરો હોવાની પૂરી સંભાવના છે. જેથી ગ્રેટ ડેન્જર દર્શાવતા 10 નંબરના સિગ્નલ લગાયા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના કાંઠે પણ ખતરો હોવાથી લોકલ કોશનરી-3 નંબરના સિગ્નલ લગાવાયા છે. વાવઝોડાનો છેડો સૌરાષ્ટ્રને સ્પર્શી ગયો છે અને તેની તીવ્ર અસર જોવા મળી છે.
પોરબંદરના દરિયામાં દરિયાના પ્રચંડ મોજા જમીન પર ધસતા ઈન્દ્રેશ્વર મહાદેવ મદિરની દિવાલ ધરાશાયી થઈ હતી. દરિયાકાંઠે હર્ષદ માતાના મંદિર પાસે ગામની બજારમાં દરિયાના પાણી ઘુસી ગયા હતા.
વાવાઝોડાને પગલે દેવભુમિ દ્વારકા જિલ્લામાં 1800 લોકોનું સ્થળાંતર કરી સાયક્લોન સેન્ટર ખાતે આશરો અપાયો છે. આ જ રીતે મોરબીના માળિયાના કાંઠાળ વિસ્તારમાંથી સાંજ સુધીમાં 1 હજાર 372 લોકોનું સ્થળાંતર કરાયું છે. સલાયાના નીચાણવાળા વિસ્તારમાંથી 157નું સ્થળાંતર કરી લોહાણા વાડી, કોમ્યુનિટિ હોલમાં આશરો અપાયો છે. પોરબંદરમાં 500 અને દ્વારકાના રૂપેણ બંદરે 2500 લોકો સહિત કૂલ 6 હજાર 330 લોકોનું સ્થળાંતર કરાયુ છે અને આ કામગીરી હજુ યથાવત છે.
સરકારના આદેશ પ્રમાણે દરિયાકાંઠાથી 5 કિલોમીટર સુધીના વિસ્તારમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરાવાશે. સૌરાષ્ટ્રના વિશાળ દરિયાકાંઠા નજીક હજારો લોકો વસવાટ કરે છે અને શિવરાજપુર, દિવ જેવા બીચથી માંડીને દ્વારકાધીશ, સોમનાથથી માંડીને અનેક પૌરાણિક યાત્રાધામો યાત્રાધામો આવેલા છે. જ્યાં લોકોની અવરજવર પર પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરાયા છે.