Cyclone Biparjoy Live Updates: દિવના દરિયાનું રૌદ્ર રૂપ, ખુકરી નજીક દરિયો બન્યો ગાંડોતૂર
ગુજરાતના દરિયાકાંઠાની વાવાઝોડાના અંતરમાં વધારો થયો છે. જોકે બિપરજોય વાવાઝોડાનો ખતરો યથાવત છે

Background
અંબાલાલ પટેલની આગાહી
વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કેટલીક આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યું કે. “બિપરજોય વાવાઝોડું આવતીકાલે એટલે 15 જૂને 4થી 8 સુધીમાં લેન્ડફોલ કરશે અને વાવાઝોડા દરમિયાન પવનની ગતિ ભારે રહેવાથી તેને હળવાશથી લેવાની ભૂલ ન કરવી. વાવાઝોડું હવે ગુજરાતથી દુર ફંટાવાની શક્યતા નહીંવત છે. તેથી સાવધાન રહેવું જરૂરી છે. વાવાઝોડુ કદાચ ફંટાઇ જાય તો પણ નુકસાને નકારીન શકાય કારણ કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં તેની અસર જોવા મળશે. આ વાવાઝોડું અતિભીષણ છે”
આવતીકાલે ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે
સૌથી ખતરનાક રૂપ લઇ રહેલા બિપરજૉય વાવાઝોડાથી હવે ગુજરાત માટે ખતરો ઉભો થયો છે. હવામાન વિભાગે આવતીકાલે બિપરજૉય ગુજરાતના દરિયા કાંઠે ટકરાવવાની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બિપરજૉય વાવાઝોડુ આવતીકાલે ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે. આ દરમિયાન ભારે પવન ફૂંકાઇ શકે છે, અને તેની ઝડપી 150 કિમીની રહેશે. હવામાન વિભાગ અનુસાર, બિપરજૉય વાવાઝોડું આવતીકાલે 4 થી 8માં ટકરાઇ શકે છે. માંડવી અને કરાંચીની વચ્ચેથી વાવાઝોડું પસાર થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાવાઝોડું પસાર થશે ત્યારે પવનની ગતિ 150 કિ.મીની રહેવાની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડું પસાર થતા જ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. કચ્છના મોટા અને નાના રણમાં પ્રચંડ આંધી પણ ફૂંકાઇ શકે છે. આ વાવાઝોડુંથી અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના ઘટી શકે છે.





















