શોધખોળ કરો

Cyclone Tauktae : રાજુલામાં દીવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના 4 લોકો દટાયા, બાળકીનું મોત

રાજુલાના તવકકલ નગર વિસ્તારમાં મોડી રાત્રે ભારે વાવાઝોડાને કારણે દીવાલ ધરાશાયી થઈ હતી. એક જ પરિવારના 4 લોકો દટાયા હતા. મધરાત્રે સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું હતું. આ ઘટનામાં એક બાળકીનું મોત નીપજ્યું હતું. જ્યારે 3ને સામાન્ય ઇજા થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. 

અમરેલીઃ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. જોકે, સરકારના આગોતરા આયોજનને પગલે જાનહાનિ બહુ થઈ નથી. ત્યારે અમરેલી જિલ્લામાં પણ વાવાઝોડાની ખૂબ જ અસર જોવા મળી હતી. વાવાઝોડાએ એક બાળકીનો ભોગ લીધો છે. રાજુલાના તવકકલ નગર વિસ્તારમાં મોડી રાત્રે ભારે વાવાઝોડાને કારણે દીવાલ ધરાશાયી થઈ હતી. એક જ પરિવારના 4 લોકો દટાયા હતા. મધરાત્રે સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું હતું. આ ઘટનામાં એક બાળકીનું મોત નીપજ્યું હતું. જ્યારે 3ને સામાન્ય ઇજા થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. 

રાજુલા હિંડોરણા રોડ પર આવેલ 5 પેટ્રોલપંપ ધરાશયી થયા છે. રાજુલા વિસ્તારના પેટ્રોલપંપ ધરાશય થતા ડીઝલ પેટ્રોલ પણ બંધ થયું. મોટાભાગના નેશનલ હાઇવે પરના પેટ્રોલપંપમાં પણ નુકસાન થયું છે. 

ભાવનગર જિલ્લામાં દરિયો બન્યો તોફાની, કેટલા ફૂટ ઉંચા ઉછળ્યા મોજા?

ભાવનગરઃ ગુજરાતમાં ગઈ કાલે રાતે તૌકતે વાવાઝોડાનું આગમન થયું છે, જેને કારણે ઠેર ઠેર વરસાદ પડ્યો હતો અને અનેક જગ્યાએ વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે. એટલું જ નહીં, ગુજરાતમાં વાવાઝોડામાં 3 લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે, ત્યારે ભાવનગર જિલ્લાનો દરિયો તોફાની બન્યો છે. 15 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળ્યા હતા. વાવાઝોડાના પગલે ઘોઘાનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. વાવાઝોડું પસાર થયા બાદ તોફાનની અસર યથાવત જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં લગાવી દેવામાં આવી કલમ 144, કોને નિયમ લાગું નહીં પડે?

બોટાદઃ ગુજરાતમાં વાવાઝોડાને પગલે ગઈ કાલે અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ શહેરમાં કલમ 144 લગાવી દેવામાં આવી હતી. આ પછી આજે બોટાદ જિલ્લામાં કલમ 144  લાગુ કરાઈ. તાઉતે વવાઝોડાના પગલે નાયબ કલેકટર મુકેશ પરમારે જાહેરનામું બહાર પાડ્યું.

કોઈપણ વ્યક્તિને ઘરની બહાર ન નીકળવા આદેશ જારી કર્યો છે. ઇમર્જન્સી સેવા આપનાર વ્યક્તિ તેમજ વાહનોને લાગુ નહિ પડે જાહેરનામું. આજે રાત્રે 12 કલાક સુધી જાહેરનામું રહેશે.  જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી કરાશે.

તાઉતે વાવાજોડાની અસરને લઈ બોટાદ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં ભારેથી અતિભારે પવન સાથે રાતભર વરસાદ વરસતો રહ્યો. રાત્રીના 10 કલાકથી સવારના 6 કલાક સુધીમાં ગઢડામાં 4 ઈંચ, બરવાળામાં 1.5 ઈંચ, બોટાદમાં 2 ઈંચ, રાણપુરમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. 

ઢસાના સ્ટેશન રોડ પર વૃક્ષ ધરસાઇ થયું છે. સ્ટેશન રોડ પર જીઈબીની સામે મહાકાય વૃક્ષ ધરસાઇ થયું છે. સદનસીએ કોઈ જાનહાની થઈ નથી. સાથોસાથ સમગ્ર જિલ્લામાં જોરદાર પવન સાથે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. 
 
બોટાદ જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસર જોવા મળી. જિલ્લાના ઢસામાં ત્રણ અને બોટાદમાં બે વૃક્ષો ધરાશયી થયા. બોટાદમાં સ્ટેશન રોડ અને ભાવનગર રોડ ફાટક ઉપર વૃક્ષો ધરાશયી. જિલ્લામાં ગત રાત્રીથી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ. 

ઢસામાં વીજ ટ્રાન્સમોફર ધરાસાયી થયું. ઢસાના ભાવનગર રોડ પર આઇસર ગાડી પર ટ્રાન્સમોફર પડ્યું. તૌકતે વાવાઝોડાના પગલે જિલ્લામાં નુકશાન થઈ રહ્યું છે. સદનસીબે કોઈ જાન હાનિ થઈ નથી.
સમગ્ર જિલ્લામાં જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો છે. 

કોવિડ 19 હોસ્પિટલ જવાના માર્ગ ઉપર વૃક્ષ ધરાશયી. વૃક્ષ ધરાશયી થતા રસ્તો થયો બંધ. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો. જે.સી.બી મશીનને આવામાં મોડું થતા પોલીસ વિભાગ દ્વારા જાતે વૃક્ષને દોરડા વડે હટાવી રસ્તો ખુલ્લો કર્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદનRepublic Day: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લામાં કરાશે ઉજવણીKhyati Hospital Scandal: કુખ્યાત કાર્તિક પટેલને લઈ પોલીસ પહોંચી ખ્યાતિ હોસ્પિટલAmbalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
Embed widget