શોધખોળ કરો

Dakor Mandir: નવા વર્ષે સવારથી 'જય રણછોડ, માખણચોર'ના નાદથી ગુંજ્યુ ડાકોર મંદિર, હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા

ગુજરાતમાં દિવાળી બાદ નવું વર્ષ શરૂ થાય છે, આજે ગુજરાતીઓ માટે હિન્દુ કેલેન્ડર પ્રમાણે વિક્રમ સંવત 2080ની શરૂઆત થઇ છે

Dakor Mandir Diwali 2023: ગુજરાતમાં દિવાળી બાદ નવું વર્ષ શરૂ થાય છે, આજે ગુજરાતીઓ માટે હિન્દુ કેલેન્ડર પ્રમાણે વિક્રમ સંવત 2080ની શરૂઆત થઇ છે, આ નવા વર્ષના પ્રારંભે હિન્દુ સમાજના લોકો પોતાના ઇષ્ટદેવ, માતાજી અને અન્ય દેવી-દેવતાઓના દર્શન માટે પહોંચે છે, આવો જ કંઇક નજારો આજે ગુજારતના જુદાજુદા મંદિરોમાં જોવા મળી રહ્યો છે. અંબાજીથી લઇને પાવાગઢ અને ડાકોર સહિતના મંદિરોમાં સવારથી શ્રદ્ધાળુઓનો જોરદાર ધસારો જોવા મળી રહ્યો છે. 

આજે સવારથી જ ખેડા જિલ્લામાં આવેલુ હિન્દુ ધર્મનું સુપ્રસિદ્ધ મંદિર ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે, આજે ડાકોરમાં નૂતન વર્ષને લઇને દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. ડાકોરના ઠાકોર ભગવાન રણછોડજીના મંદિરામાં આજે નવા વર્ષે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે, ભક્તો અને શ્રદ્ધાળુઓ આજે નવા વર્ષના પહેલા જ દિવસે ભગવાનના દર્શન અને આશીર્વાદથી પાવર થઇ રહ્યાં છે. 

Dakor Mandir: નવા વર્ષે સવારથી 'જય રણછોડ, માખણચોર'ના નાદથી ગુંજ્યુ ડાકોર મંદિર, હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા

વહેલી સવારેથી ડાકોર મંદિરમાં અનેરો નજારો જોવા મળી રહ્યો છે, ભક્તો મંદિર પરિસરમાં જય રણછોડ માખણ ચોરના નાદ કરી રહ્યાં છે, આખો માહોલ ભક્તિમય થઇ રહ્યો છે. 

મોરારી બાપુએ આપી દિવાળીની શુભકામના, કહ્યું, તમામ યુદ્ધોનો અંત થાય તેવી પ્રાર્થના

દિવાળી અને નવા વર્ષની ઉમંગભેર ઉજવણીના ઉત્સાહ વચ્ચે આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના કથાકાર પૂજ્ય મોરારી બાપુએ દેશવાસીઓને તહેવારોની શુભેચ્છાઓ પાઠવી છે. મોરારી બાપુએ દિવાળી અને નવા વર્ષના શુભ અવસર પર લોકોને પ્રકાશનો માર્ગ અપનાવવાની પ્રેરણા આપવાની સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. ઋગ્વેદને ટાંકતા મોરારી બાપુએ આપણા જીવનમાં પ્રકાશના મહત્વ પર ભાર મૂકતા જ્ઞાનના ગૂઢ રહસ્યો સમજાવ્યા છે.

મોરારી બાપુએ જણાવે છે કે, આપણા ઋષિ મુનિઓના ઉપદેશો પ્રકાશમયી જીવન પર ભાર મૂકે છે, જેવું કે ઉપનિષદના મંત્ર 'તમસો મા જ્યોતિર્ગમય' માં વર્ણવ્યું છે, તેમાં આપણને અહંકાર, દુર્ગુણો અને અજ્ઞાનથી દૂર થઈને પ્રકાશ તરફ આગળ વધવા પ્રેરિત કરવામાં આવ્યા છે. દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક છે. તેમણે દરેક વ્યક્તિને ભૌતિક લાલસા, સંપત્તિ અથવા હોદ્દાની સરખામણીએ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

તેમણે દરેક વ્યક્તિના જીવનમાં ઉત્સાહ અને આનંદ આવે તેની માટે ભગવાન હનુમાનના ચરણોમાં પ્રાર્થના કરી અને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.  દુનિયાના કલ્યાણ માટે ચિંતા વ્યક્ત કરતા, મોરારી બાપુએ નિર્દોષ લોકોના દુ:ખ દર્દને સમજવાનો અને તમામ યુદ્ધોનો અંત થાય તેવી પ્રાર્થના કરી હતી. તેમણે ઉમેર્યું કે, “ભારત રામ -કૃષ્ણ અને ભગવાન બુદ્ધ અને ઋષિ-મુનિઓની ભૂમિ છે. ચાલો આપણે મહાન દેશની ‘વસુધૈવ કુટુંબકમ’ (વિશ્વ એક પરિવાર છે) ની ભાવનાને અપનાવીયે અને સુખ, અખંડિતતા અને પવિત્રતાના મૂલ્યોનો પ્રસાર કરીયે અને દુનિયામાં સૌહાર્દ અને શાંતિનો પ્રચાર કરીયે.”

હાર્ટ એટેકથી થઈ રહેલા મોતને લઈને મોરારિ બાપુએ ચિંતા વ્યક્ત કરી છે. મહુવા ખાતે રામકથાની પૂર્ણહુતિ સમયે તેમણે ચિંતા વ્યક્ત કરી. મોરારી બાપુએ કહ્યું કે, તાળી પાડો અને રામનું નામ લો એટલે હાર્ટ અટેક નહીં આવે. તેમણે વધુમાં કહ્યું કે, હાર્ટ અટેકથી બચવા તાળી પાડો, બંધ નળીઓ ખુલી જશે. તાળી પાડવાથી હાર્ટ અટેકથી નહીં આવે.

મહુવા ખાતે ચાલતી રામકથાની પૂર્ણાહુતિ સમયે મોરારિબાપુએ હાર્ટ એટેકને લઈ ચિંતા વ્યક્ત કરી. મોરારિબાપુએ કથા દરમ્યાન તાળી પાડીને રામ નામ લ્યો ભજન ગાતાં સમયે હાર્ટ એટેક પર વાત કરી. મોરારિબાપુએ કહ્યું હાર્ટ એટેકથી બચવા તાળીઓ પાડવાથી આપો આપ બંધ નળીઓ ખુલી જશે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો ગાતા હતા તેમને ક્યારેય હાર્ટ એટેક નહોતા આવતા. ગામડાનાં લોકો ગરબા ભજન સમયે ઉલી ઊલી ને તાલી પાડતા હોય છે એને હાર્ટ એટેક નથી આવતો ને આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ. હુ કહું છું તાલી પાડીને અંતરનાં દરવાજા ખોલજો એટેક નહિ આવે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
Embed widget