શોધખોળ કરો

Damage to Mango Crop: અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, કેરીના બાગને પહોંચ્યું પારાવાર નુકસાન

અમરેલીના ઘારીમાં કમોસમી વરસાદે કેરીના બાગને નુકસાન પહોંચાડ્યું છે. ભારે પવનના કારણે કેરી ખરી જતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

Damage to Mango Crop: રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ મોડી રાત્રે પાટણ જિલ્લામાં જોવા મળ્યો વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પાટણ, રાધનપુર, સાંતલપુર વિસ્તારમાં મોડી રાત્રે વીજળીના કડકા સાથે છુટા છવાયા છાંટા  પડ્યાં હતા. સાંતલપુરના ધોકાવાડા ગામે મોડી રાત્રે  વીજળી પડતાં ખેતર વચ્ચે કાપણી કરેલ જીરુંના ઢગલા બળીને ખાક થઇ ગયા હતા. ઉપરાંત જીરાના તૈયાર થયેલા પાક પર વીજળી પડતા ખેડૂતને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે  તૈયાર થઇ ગયેલા પાકને નુકસાન થતાં  ખેડૂતને મોઢે આવેલો કોળિયો છીનવાયો હોય તેવી સ્થિતિ સર્જાઇ રહી છે.

આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું મેવાસા જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો કેસર કેરીના બગીચાદાર છે કેસર કેરીનો ગઢ અમરેલી જિલ્લો ગણવામાં આવે છે દોઢ વર્ષ પહેલાં તોકતે વાવાઝોડાએ કહેર મચાવી દીધો હતો તેના કારણે ખેડૂતોને બહુ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો કેસર કેરીના આંબાના ઝાડ જમીનદોસ્ત થયા હતા ત્યારે અમુક આંબાના ઝાડ ભાંગી ગયા હતા પરંતુ ગયા વર્ષે પણ કેરીમાં ઉત્પાદન નહિવત હતું આ વર્ષે ખેડૂતોને મોટી આશાઓ હતી આ વર્ષ ગયા વર્ષનું વળતર મળી જશે પરંતુ  અચાનક વાતાવરણમાં પલટો આવતા પવન સાથે કમોસમી વરસાદ ખાબકતાં બગીચાદારો નો પ્રથમ ફાલ ખરી ગયો છે કેસર કેરીના બગીચાદારોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે

કેસર કેરીના આંબા ઉપર મોર આવતાની સાથે ઇજારાદારો ખેડૂતો પાસેથી મોર જોતા બગીચાનો ઇજારો રાખતા હોય છે ત્યારે આ વર્ષે વાતાવરણ ખૂબ સારું હોવાને કારણે આંબા ઉપર લુમે જુમે મોર આવ્યા હતા  પરંતુ કમનસીબે બપોર બાદ પવન ફૂંકાતા કેસર કેરીના આંબા ઉપર આવેલો પ્રથમ ફાલ ખરી ગયો. હવામાન વિભાગની આગાહીને પગલે અમરેલી જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના હતી અચાનક અમરેલી જિલ્લાના ગ્રામીણ પંથકોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો ધારી ગીર પંથકના ગામડાઓમાં પવન સાથે કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા તેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે રવિ સીઝન હોવાને કારણે ચણા ઘઉં સહિતના પાકને પણ નુકસાન થયું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટા આવ્યો છે.મોડી રાતથી જિલ્લામાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના વાપી અને આસપાસના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયા હળવા કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. વહેલી સવારે સિલધા અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મહત્વપૂર્ણ છે કે અત્યારે વલસાડ જિલ્લાના મુખ્ય પાક કેરી આંબાવાડીઓમાં તૈયાર થઈ રહ્યો છે. એવા વખતે વરસાદ અને બદલાયેલા વાતાવરણ ને કારણે કેરીના પાકને નુકસાન ની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદના કારણે કેરીના બાગ ધરાવતા ખેડૂતોના જીવ અધ્ધર  થઇ ગયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોતIND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોરRajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Health Tips: શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી છે? જાણો વિગતે
Health Tips: શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી છે? જાણો વિગતે
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
Embed widget