(Source: ECI/ABP News/ABP Majha)
'છોટુ વસાવા પ્રાણી છે અને તેમના સમર્થકો ગીધોનું ટોળુ', સાપુતારામાં VHP નેતા ભવાની આદિવાસીઓના ધર્માન્તરણ મામલે ગિન્નાયા
આજે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભવાની ડાંગ પહોંચ્યા હતા, અહીં તેમને જિલ્લાના સાપુતારા નજીક હનુમાનજી મંદિરનું લોકાર્પણ કર્યુ હતુ
Dang News: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઠેર ઠેર ધર્માન્તર રોકવા માટે પ્રયાસો હાથ ધરાઇ રહ્યાં છે, આજે વીએચપીના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભવાની ડાંગ જિલ્લા પહોંચ્યા હતા, અહીં તેમને આદિવાસી નેતા મહેશ વસાવા અને છોટુ વસાવા પર આકારા પ્રહારો કરીને ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમને છોટુ વસાવા અને મહેશ વસાવાને પ્રાણી કહીને સંબોધ્યા હતા, તેમજ તેમના સમર્થકોને પણ ગીધોનું ટોળું કહ્યું હતુ. ધર્મેન્દ્ર ભવાની અહીં હિન્દુ ધર્માન્તરણ કાર્યક્રમ પર બોલી રહ્યાં હતા.
આજે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભવાની ડાંગ પહોંચ્યા હતા, અહીં તેમને જિલ્લાના સાપુતારા નજીક હનુમાનજી મંદિરનું લોકાર્પણ કર્યુ હતુ, આ કાર્યક્રમમાં તેમને ધર્મ પ્રચાર કર્યો અને સાથે સાથે આદિવાસી નેતા છોટુ વસાવા અને મહેશ વસાવા પર કટાક્ષો કરીને ગંભીરા આરોપો લગાવ્યો હતો. અત્યારે સોશ્યલ મીડિયા પર ધર્મ પ્રચારક વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભવાનીનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
VHPના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભવાનીએ છોટુ વસાવા પર ગંભીર આરોપો લગાવ્યા છે, તેમને છોટુ વસાવાની સાથે સાથે મહેશ વસાવા પર પણ કટાક્ષો કર્યા હતા. ભવાનીએ આ બન્નેને મહેશ અને છોટુ વસાવાને પ્રાણી ગણાવ્યા હતા, તેમજ તેમના સમર્થકોને ગીધનું ટોળુ કહ્યું હતુ. ભવાનીએ પોતાના સંબોધન દરમિયાન વનવાસી સમાજ સાચો સનાતની હિન્દુ છે. તેમને ધર્માંતરણ કરનારાઓ વિરૂદ્ધ શાબ્દિક પ્રહારોની સાથે સાથે કહ્યું કે, ધર્માન્તરણ કરાયેલા 15 હજાર લોકોની અમે ઘરવાપસી કરાવી છે.
તેમને કહ્યું કે, ડાંગ જિલ્લા સહિત આદિવાસી વિસ્તારોમાં ભોળા લોકોને ધર્માંતરણ કરી સનાતન ધર્મથી વિમુક્ત કરાઇ રહ્યાં છે, હવે વિશ્વ હિન્દુ પરિષદ 60 વર્ષની થઈ ગઈ છે અને આ વર્ષ એ સંકલપ કર્યો છે કે, ગુજરાતમાં એક વરસની અંદર 15000 લોકોને ફરી હિન્દૂ બનાવવામાં આવશે.