(Source: ECI/ABP News/ABP Majha)
સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમમાં ડૂબતા કિશોરનું મોત, ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો
સુરેન્દ્રનગરમાં ધોળી ધજા ડેમમાં બે મિત્રો ડેમમાં નાહવા જતા એક કિશોર પાણીમાં ગરકાવ થયો હતો
સુરેન્દ્રનગરમાં ધોળી ધજા ડેમમાં કિશોર ડૂબ્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરેન્દ્રનગરમાં ધોળી ધજા ડેમમાં બે મિત્રો ડેમમાં નાહવા જતા એક કિશોર પાણીમાં ગરકાવ થયો હતો. સ્થાનિક લોકોએ ફાયર ટીમને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે ચારથી પાંચ કલાકની જહેમત બાદ કિશોરના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ઘટના સ્થળે પોલીસ પહોંચી પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આજે પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યભરના મંદિરોમાં સ્વચ્છતા અભિયાન, સુરતથી સીઆર પાટીલે અભિયાન શરૂ કરાવ્યું
ગાંધીનગરઃ પ્રદેશ ભાજપ દ્ધારા રાજ્યના 24 તીર્થ સ્થાનોમાં સફાઇ અભિયાનની શરૂઆત કરાવી હતી. ગૃહ રાજ્યમંત્રીએ અમદાવાદના ભદ્રકાળી મંદિરની સફાઇ કરાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના બાલાજી મંદિર હનુમાનથી સફાઇ અભિયાનની શરૂઆત કરાવી હતી.
સુરતના અંબાજી મંદિરમા સી.આર.પાટીલે સફાઇ અભિયાનની શરૂઆત કરાવી હતી. હર્ષ સંઘવીએ અમદાવાદના ભદ્રકાળી મંદિરની સફાઇ કરી હતી. ગુજરાત પ્રદેશ ભાજપના આહવાનથી રાજ્યભરના મંદિરોમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અંબિકા નિકેતન મંદિરમાં સી.આર.પાટીલે સફાઇ અભિયાન કરાવ્યું હતું. રાઘવજી પટેલે જૂનાગઢના મંદિરથી સફાઇ અભિયાનની શરૂઆત કરાવી હતી.
મુખ્યમંત્રી, સાંસદો, સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો સ્વચ્છતા અભિયાનમા જોડાયા હતા. નગરપાલિકા, મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ સફાઇ અભિયાનમાં જોડાયા હતા. દર મહિને એક વખત આ જ પ્રકારે સફાઇ અભિયાન હાથ ધરાશે.
Bhavnagar News: યુવરાજસિંહની મોડી રાત્રે ધરપકડ, 1 કરોડ રુપિયાની ખંડણી વસૂલ્યાનો આરોપ
Bhavnagar: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. યુવરાજસિંહ સામે ફરીયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લાંબી પુછપરછ બાદ યુવરાજસિંહની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજ સિંહ વિરૂદ્ધ કલમ 388,386 અને 120b હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. હાલમાં યુવરાજસિંહ જાડેજા,કાનભા ગોહિલ, શિવુભા ગોહિલ, ઘનશ્યામ લાધવા અને રાજુ નામ ધરાવતી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 19મી તારીખે યુવરાજસિંહને સમન્સ પાઠવી બોલાવવામાં આવ્યા હતા. ફરીથી 21 તારીખે પણ સમન્સ આપ્યું હતું અને ઘણા મુદ્દાઓ પર પૂછપરછ કરવામાં આવી હતી. સૌથી પહેલા યુવરાજસિંહને સમય આપવામાં આવ્યો હતો કે, તે જે માહિતી હોય તે પોલીસને આપે.
2 પાનામાં કેટલાક નામ લખી યુવરાજસિંહે પોલીસને આપ્યા છે. આ બાબતે પોલીસ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે.