શોધખોળ કરો
ઉત્તર ગુજરાતના આ ગામમાં આશ્રમમાં કોરોનાના કેસો વધતાં ચાર દિવસ બજાર બંધ રાખવા નિર્ણય, જાણો શું રહેશે બંધ?
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વિજયનગર બાદ અંદ્રોખા આશ્રમ ગ્રામ પંચાયત દ્વારા પણ રવિવાર સુધી સંપૂર્ણ બજારો બંધ રાખી માત્ર મેડિકલ અને દૂધની દુકાનોને ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વિજયનગર બાદ અંદ્રોખા આશ્રમ ગ્રામ પંચાયત દ્વારા પણ રવિવાર સુધી સંપૂર્ણ બજારો બંધ રાખી માત્ર મેડિકલ અને દૂધની દુકાનોને ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો હતો. નોંધનીય છે કે, કોરોનાનું સંક્રમણ વધતાં સાબરકાંઠાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહીત તાલુકાઓમાં મંગળવારથી રવિવાર સુધી છ દિવસ દુકાનો સંપૂર્ણ પણે બંધ રાખવાના નિર્ણય કરવામાં આવ્યો છે. વિજયનગરના અંદ્રોખા આશ્રમમાં કોરોનાના કેસ આવતાં અન્દ્રોખા બજાર ચાર દિવસ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી ચાર દિવસ સુધી અન્ડ્રોખા બજારો સંપૂર્ણ રીતે બંધ રહેશે. હોસ્પીટલ, મેડીકલ સ્ટોર્સ અને દુધ જેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અન્દ્રોખા ગ્રામ પંચાયત અને વેપારીઓ દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લેવાયો હતો. સ્થાનિક વેપારીઓએ બજારો બંધ રાખી કોરોના સંક્રમણને અટકાવવા માટે નિર્ણય કર્યો. લોકડાઉનના ત્રીજા ચરણમાં કેટલીક છૂટછાટ સાથે વિજયનગર અને અન્દ્રોખા આશ્રમમાં દુકાનો ખુલતા લોકોના ધસારાને પગલે અને બહાર ગામથી આવતાં લોકોના કારણે કોરોના મહામારીનું સંક્રમણ વધતાં સાબરકાંઠાના ઇડર, વડાલી,ખેડબ્રહ્મા સહીત તાલુકાઓમાં મંગળવારથી રવિવાર સુધી છ દિવસ દુકાનો સંપૂર્ણ પણે બંધ રાખવાના નિર્ણયને અનુસરી અન્દ્રોખા સરપંચ મંન્જુલાબેન ડામોર અને તલાટી ગીરીશભાઈ પટેલે નિર્ણય કરી દવા અને દૂધની દુકાનોને છોડી તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
વધુ વાંચો




















