શોધખોળ કરો

'બાધવા તૈયાર રહેજો...' દેવાયત ખવડની ડાયરાના આયોજકેનો ખુલ્લી ચેતવણી, કહ્યું - હું એફિડેવિટ કરેલો કાઠી દરબાર છું

કાર જપ્તી અને પોલીસ ફરિયાદ મુદ્દે લોક કલાકાર અને આયોજક વચ્ચે ટેલિફોનિક વાતચીત લીક, એબીપી અસ્મિતા દ્વારા પુષ્ટિ નહીં.

Devayat Khawad car attack: લોક કલાકાર દેવાયત ખવડ પર થયેલા કાર હુમલાનો મામલો વધુ ગરમાયો છે. આ ઘટનાને લઇને દેવાયત ખવડ અને ડાયરાના આયોજક ભગવતસિંહ ચૌહાણ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપમાં દેવાયત ખવડ આયોજક ભગવતસિંહ ચૌહાણને પડકાર ફેંકતા સંભળાય છે, જેના કારણે આ કેસમાં નવો વળાંક આવ્યો છે.

ઓડિયો ક્લિપમાં દેવાયત ખવડ આક્રોશમાં કહે છે, “મારે બાધવાનું છે, તમે તૈયાર રહેજો. મારી ગાડી ભલે પડી, આપણે હવે લડી લઈશું, તમે તૈયાર રહેજો.” તેઓ વધુમાં ઉમેરે છે, “તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. મેં સંબંધમાં ડાયરાની હા પાડી હતી, હું બોલ બચ્ચન નથી.” દેવાયત ખવડ ઓડિયો ક્લિપમાં એવો પણ આક્ષેપ કરે છે કે “111 નંબરની સ્કોર્પિયો લઈને ધ્રુવરાજસિંહ આવ્યો અને મારી ગાડીનો કાચ ફોડી નાખ્યો.” પોતાની ઓળખ આપતા દેવાયત કહે છે, “હું એફિડેવિટ કરેલો કાઠી દરબાર છું.” અને ભારપૂર્વક જણાવે છે કે તેઓ માત્ર “એક કલાક મોડો પડ્યો હતો.”

સામે પક્ષે ડાયરાના આયોજક ભગવતસિંહ ચૌહાણ પણ ઓડિયો ક્લિપમાં પોતાનો પક્ષ રજૂ કરતા સંભળાય છે. તેઓ દેવાયતને પૂછે છે, “અમે તમને કેટલા કોલ કર્યા?” જેના જવાબમાં દેવાયત કહે છે કે મેઘરાજસિંહનો કોલ આવ્યો ત્યારે મેં તેમને જણાવ્યું હતું કે “હું અસલાલી પહોંચ્યો છું.” વાતચીતના અંતમાં ભગવતસિંહ દેવાયતને સીધો સવાલ કરે છે, “હવે તમારે શું કરવાનું છે જણાવો?” જેના પ્રતિભાવમાં દેવાયત ખવડ ફરીથી પડકાર ફેંકતા કહે છે, “મારે બાધવાનું છે, તમે તૈયાર રહેજો, મારી ગાડી ભલે પડી, આપણે હવે લડી લઈશું, તમે તૈયાર રહેજો...”

ઉલ્લેખનીય છે કે, વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપ એબીપી અસ્મિતા દ્વારા સ્વતંત્ર રીતે ખરાઈ કરવામાં આવી નથી અને તેની સત્યતા અંગે પુષ્ટિ કરવામાં આવતી નથી. પરંતુ સોશિયલ મીડિયામાં આ ક્લિપ વાયરલ થવાથી દેવાયત ખવડ કાર હુમલા કેસ વધુ ચર્ચામાં આવ્યો છે અને લોકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. પોલીસ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો....

એક જ દિવસે બે ડાયરા કરવા મુદ્દે દેવાયત ખવડે કર્યો મોટો ખુલાસો, કહ્યું - મેં કોઈ ખોટું કામ નથી કર્યું

ટોપ સ્ટોરી

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
Embed widget