ધાનેરા પાલિકા પ્રમુખની ચૂંટણીમાં મહિલા પ્રમુખના પતિએ ભાજપના નેતાને કરી 5 લાખની ઓફર? ઓડિયો ક્લિપ વાયરલ
18 જૂને ધાનેરા પાલિકામાં પ્રમુખની ચૂંટણી થઈ હતી. વર્તમાન પ્રમુખ કિરણબેન સોનીના પતિએ ભાજપના જ એક સદસ્યને ફોન કરી પૈસાની ઓફર કર્યાની ઓડિયો કલીપ વાયરલ થઈ છે. પૈસાની સાથે સદસ્યને સમિતિના ચેરમેન બનાવવાની પણ વાત કરતાનો ઉલ્લેખ છે. અન્ય સભ્યોને કેટલા રૂપિયા આપ્યા હશે તેને લઈ અનેક તર્ક વિતર્ક છે. સમગ્ર વાયરલ ઓડિયો ક્લિપની એબીપી અસ્મિતા પુષ્ટિ નથી કરતું.
બનાસકાંઠાઃ ધાનેરામાં લોકશાહીને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. પાલિકાની પ્રમુખની ચૂંટણીમાં મતદાન માટે સદસ્યને પૈસાની ઓફર કર્યાની ઓડિયો કલીપ વાયરલ થઈ છે. પાલિકાની ચૂંટણીમાં એક સદસ્યને પોતાની તરફેણમાં મતદાન કરવા 5 લાખની ઓફર આપ્યાની ઓડિયો કલીપ વાયરલ થઈ છે.
18 જૂને ધાનેરા પાલિકામાં પ્રમુખની ચૂંટણી થઈ હતી. વર્તમાન પ્રમુખ કિરણબેન સોનીના પતિએ ભાજપના જ એક સદસ્યને ફોન કરી પૈસાની ઓફર કર્યાની ઓડિયો કલીપ વાયરલ થઈ છે. પૈસાની સાથે સદસ્યને સમિતિના ચેરમેન બનાવવાની પણ વાત કરતાનો ઉલ્લેખ છે. અન્ય સભ્યોને કેટલા રૂપિયા આપ્યા હશે તેને લઈ અનેક તર્ક વિતર્ક છે. સમગ્ર વાયરલ ઓડિયો ક્લિપની એબીપી અસ્મિતા પુષ્ટિ નથી કરતું.
Tourist Destination in Gujarat: મુખ્યમંત્રીની જાહેરાત, દ્વારિકા, પિરોટન-શિયાળ બેટ ટાપુને પર્યટન હોટસ્પોટ તરીકે વિકસાવાશે
ગાંધીનગર: રાજ્યના સમૂદ્ર કિનારાના બેટ દ્વારિકા, શિયાળ બેટ અને પિરોટન ટાપુઓને પર્યટન-પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવા પ્રવાસન-ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ સામાજિક આર્થિક વિકાસના કામોના વિવિધ પ્રોજેકટસ રાજ્ય સરકાર હાથ ધરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠકમાં આ ટાપુઓને ટુરિઝમ અને નેચર રિલેટેડ એક્ટિવિટીઝ, એડવેન્ચર સ્પોર્ટસ સહિતની ગતિવિધિઓથી પ્રવાસન પ્રવૃત્તિના આકર્ષણ કેન્દ્રો બનાવવાના વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
ગુજરાત ૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્ર કિનારો અને ૧૪૪થી વધુ આયલેન્ડસ-બેટ ધરાવતું દેશનું વિકાસશીલ રાજ્ય છે. તે સંદર્ભમાં ભારત સરકારની આયલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત રાજ્યના આયલેન્ડ-ટાપુઓના વિકાસ માટે રાજ્ય સરકારે આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરેલી છે. આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે ટાપુઓ પર આર્થિક-સામાજિક-ઇકોનોમિક અને પ્રવાસન ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠકે બેટ દ્વારિકામાં ૧પ, શિયાળ બેટમાં ર૦ અને પિરોટન ટાપુના ૧ર મળી કુલ ૪૭ પ્રોજેકટસ વિકસાવીને આ ટાપુઓને પર્યટન હોટસ્પોટ તરીકે ડેવલપ કરવાની બાબતે વિશાદ પરામર્શ-વિચારણા હાથ ધરી હતી. મુખ્યમંત્રીશ્રી ઉપરાંત આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને પિરોટન, શિયાળ બેટ અને બેટ દ્વારિકાના સર્વગ્રાહી પ્રવાસન આકર્ષણ કેન્દ્ર તરીકે વિકાસ માટે ડિટેઇલ્ડ પ્લાનીંગ અને વિશ્વના આ ક્ષેત્રના તજજ્ઞોની સેવાઓ જોડવાના અગાઉની બેઠકમાં કરેલા સૂચન સંદર્ભે હાથ ધરાયેલી કાર્યવાહીની વિગતો પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી.
શિયાળ બેટ ટાપુ ઉપર ઇકો રિસોર્ટ, ઇકો પાર્ક, ડોલ્ફીન વ્યૂઇંગ પોઇન્ટ, આર્કિયો લોજીકલ ડિસપ્લે ગેલેરી, બીચફ્રન્ટ ડેવલપમેન્ટ અને વોટર એક્ટિવિટીઝ જેવા કામો સહિતના ટુરિઝમ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને સોશિયો ઇકોનોમિક પ્રોજેકટસના કુલ ૩પ.૯પ કરોડના કામો માટે પણ વિકાસ એજન્સીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. પિરોટન ટાપુ પર ટૂંક સમયમાં ઇકોફ્રેન્ડલી ટુરિઝમ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે.