ગુજરાત પ્રવાસ પહેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ જાણો શું કર્યો મોટો દાવો
બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ અંધશ્રદ્ધા અને નકારાત્મકતાથી બચાવવા દિવ્ય દરબાર કરતા હોવાનો દાવો કર્યો છે.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત પ્રવાસે આવવાના છે. આ પહેલા તેમણે મોટા દાવો કર્યો છે. બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ અંધશ્રદ્ધા અને નકારાત્મકતાથી બચાવવા દિવ્ય દરબાર કરતા હોવાનો દાવો કર્યો છે. ચમત્કારથી ગેરમાર્ગે દોરતા કેટલાક ગુરૂઓથી બાબા નારાજ છે.
ગુજરાતમાં બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દિવ્ય દરબારમાં મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા કરાશે. 100 જેટલી મહિલા બાઉન્સર સુરક્ષામાં રહેશે. સમગ્ર ડોમમાં સીસીટીવી કેમેરા સજ્જ કરાશે. આયોજક પરિવાર દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રી માટે જમવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. બુંદેલખંડની સ્પેશ્યાલિસ્ટ "કઢી વરા"નામની વાનગી બનાવાશે.
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના પીઠેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના છે. બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે, બાબાનો આ દિવ્ય દરબાર બે દિવસીય રહેશે, અને આમાં કેટલાય લોકો હાજરી આપશે.
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને લઈને રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કાર્યાલય ખોલવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈને 30 કરતા વધુ સમિતિની રચના કરવામાં આવી છે. તેમજ શાસ્ત્રી રાજકોટ આવે તે પહેલા જ તેમની 75 લોકોની ટીમ અને રસોયા રાજકોટ આવી જશે.
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દરબારની વધી મુશ્કેલી, વકીલે કરી રાજ્ય પોલીસ વડાને અરજી
અમદાવાદ, સુરત અને રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાયનાર છે. ત્યારે આયોજન પહેલા જ આ દરબારની મુશ્કેલીમાં વધારો થયો છે. હાઇકોર્ટના વકીલે રાજ્ય પોલીસ વડા, અમદાવાદ - રાજકોટ - સુરત પોલીસ કમિશનરને દરબાર મામલે અરજી કરી છે.
અરજીમાં રજૂઆત કરાઇ છે કે, જો આગામી સમયમાં દરબાર યોજાઇ તો રાજ્યમાં કોમી વૈમનસ્ય ફેલાય તેવી સ્થિતિનું નિર્માણ થવાની ભીતિ સેવાઇ રહી છે. જેને કારણે કાર્યક્રમનાં આયોજકોને કાર્યક્રમ પહેલા કોઈ પણ પ્રકારની સ્થિતિ કથળે તેવા નિવેદન ન કરવા બાહેધરી લેવામાં આવે,. સંપૂર્ણ જવાબદારી આયોજકોની નક્કી કરવા માટે પણ અરજીમાં માંગણી કરાઇ છે. કાર્યક્રમ દરમિયાન કોઇપણ પ્રકારની હેટ સ્પીચ અથવા કોમી વૈમનસ્ય ફેલાય તેવા નિવેદનો ન થાય તેની જવાબદારી પણ નક્કી કરવા અરજીમાં રજૂઆત કરાઇ છે. જો આગામી સમયમાં કંઈ પણ ઘટના થાય તો સુઓમોટો હેઠળ કાર્યવાહી કરવા પણ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે.