ધક્કા ખાવાનું બંધ! જન્મ-મરણના પ્રમાણપત્રોને લઈ સરકારે કરી મોટી જાહેરાત, જાણો શું છે નવો નિયમ
birth certificate online: ઉલ્લેખનીય છે કે, જન્મ-મરણની નોંધણી હવે 01 સપ્ટેમ્બર, 2025 થી કેન્દ્ર સરકારના CRS Portal પર કરવામાં આવી રહી છે, જે અગાઉ E-olakh Application પર થતી હતી.

death certificate update: ગુજરાત રાજ્યમાં હવે ડિજિટલ સિગ્નેચર (digital signature validity) ધરાવતા જન્મ અને મરણના પ્રમાણપત્રોને તમામ પ્રકારની સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ પુરાવા તરીકે ફરજિયાતપણે માન્ય રાખવા પડશે. આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ (health department gujarat) દ્વારા આ અંગેની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. નાગરિકોને CRS Portal દ્વારા નોંધણી કરનાર રજિસ્ટ્રાર-સબ-રજિસ્ટ્રારની ડિજિટલ સહી સાથેના પ્રમાણપત્રો સીધા તેમના ઈ-મેલ આઈડી પર મોકલી આપવામાં આવે છે, જે સંપૂર્ણપણે કાયદેસર ગણાશે. ઉલ્લેખનીય છે કે, જન્મ-મરણની નોંધણી હવે 01 સપ્ટેમ્બર, 2025 થી કેન્દ્ર સરકારના CRS Portal પર કરવામાં આવી રહી છે, જે અગાઉ E-olakh Application પર થતી હતી.
તમામ કચેરીઓ માટે ડિજિટલ પ્રમાણપત્ર સ્વીકારવું અનિવાર્ય
રાજ્યના આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે ડિજિટલ સહી ધરાવતા જન્મ અને મરણના પ્રમાણપત્રોનો તમામ સરકારી, અર્ધ-સરકારી તેમજ અન્ય કચેરીઓએ કોઈપણ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે સ્વીકાર કરવો અનિવાર્ય છે. આ પગલું ડિજિટલ ગુજરાતના ધ્યેયને મજબૂત બનાવે છે અને નાગરિકો માટે દસ્તાવેજી પ્રક્રિયાને સરળ બનાવે છે. હવે નાગરિકોને સહી-સિક્કાવાળી હાર્ડ કોપી માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે.
નાગરિકોને પ્રમાણપત્ર મેળવવાની સરળ સુવિધા
વિભાગે વધુમાં સ્પષ્ટતા કરી છે કે, જન્મ અથવા મરણની નોંધણી કરનાર રજિસ્ટ્રાર-સબ-રજિસ્ટ્રાર દ્વારા CRS Portal માં નોંધણીની કાર્યવાહી પૂર્ણ કર્યા પછી, નાગરિકોને આ પ્રમાણપત્રો તેમની ડિજિટલ સિગ્નેચર સાથે સીધા તેમના નોંધાયેલા ઇ-મેલ આઈડી પર મોકલી આપવામાં આવે છે. આ પ્રમાણપત્રો સંપૂર્ણપણે કાયદેસર અને માન્ય ગણાશે. આ ઉપરાંત, જે નાગરિકો ઈચ્છે, તેઓ રજિસ્ટ્રાર-સબ-રજિસ્ટ્રાર પાસેથી પણ આ ડિજિટલ પ્રમાણપત્રની પ્રિન્ટ મેળવી શકશે.
જન્મ-મરણની નોંધણી પ્રણાલીમાં ફેરફાર
રાજ્યમાં જન્મ અને મરણની નોંધણી પ્રણાલીમાં 01 સપ્ટેમ્બર, 2025 થી મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ, આ નોંધણીનું કાર્ય આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત E-olakh Application પર કરવામાં આવતું હતું. જોકે, હવે આ તારીખથી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત CRS Portal ઉપર જન્મ અને મરણની નોંધણી કરવાની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. આ કેન્દ્રીયકૃત પોર્ટલ અપનાવવાથી સમગ્ર પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને ઝડપ આવવાની અપેક્ષા છે.




















