શોધખોળ કરો

Gujarat Local Body Election 2026: જિલ્લા પંચાયત ચૂંટણી, ક્યાં કેટલું મતદાન થયું? જુઓ જિલ્લાવાર ટકાવારી

Gujarat Local Body Election 2026: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થઇ રહ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યની 34 જિલ્લા પંચાયતમાં સરેરાશ 18.24 ટકા મતદાન થયું છે. વિગતવાર આંકડા પર નજર કરીએ

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં 26 એપ્રિલે યોજાયેલ ચૂંટણીમાં સરેરાશ 18.24% મતદાન થયું.
  • દાહોદમાં 30.21% સાથે સૌથી વધુ, કચ્છમાં 13.2% સાથે સૌથી ઓછું મતદાન.
  • 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા, 260 તાલુકા પંચાયતની ચૂંટણી.
  • 25,537 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.

Gujarat Local Body Election 2026: ગુજરાતમાં યોજાયેલી જિલ્લા પંચાયત ચૂંટણીમાં રાજ્યભરમાં સરેરાશ મતદાન 18.24 ટકા નોંધાયું છે. અલગ-અલગ જિલ્લાઓમાં મતદાનના આંકડાઓમાં નોંધપાત્ર ફરક જોવા મળ્યો છે.સૌથી વધુ મતદાન દાહોદ જિલ્લા પંચાયતમાં થયું છે, જ્યાં 30.21 ટકા મતદારોે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ સાબરકાંઠામાં 28.82 ટકા અને ગાંધીનગરમાં 27.52 ટકા મતદાન નોંધાયું છે. મહીસાગરમાં 25.54 ટકા અને ગીર સોમનાથમાં 24.26 ટકા મતદાન થયું છે. વડોદરામાં 24.22 ટકા અને નવસારીમાં 23.44 ટકા મતદાન નોંધાયું છે. પાટણમાં 22.83 ટકા, અરવલ્લીમાં 21.60 ટકા અને જૂનાગઢમાં 21.50 ટકા મતદાન થયું છે. દ્વારકા જિલ્લામાં 20.27 ટકા અને આણંદમાં 20.9 ટકા મતદાન નોંધાયું છે. તાપી જિલ્લામાં 19.87 ટકા, પંચમહાલમાં 19.38 ટકા અને રાજકોટમાં 19.35 ટકા મતદાન થયું છે. મોરબીમાં 19 ટકા અને મહેસાણામાં 18.98 ટકા મતદાન નોંધાયું છે. પોરબંદરમાં 18.42 ટકા મતદાન થયું છે.ભરૂચ જિલ્લામાં 16.94 ટકા અને નર્મદામાં 15.81 ટકા મતદાન નોંધાયું છે. તાપી જિલ્લામાં 15 ટકા મતદાન નોંધાયું છે. વાવ-થરાદ અને ડાંગ બંને જિલ્લામાં 14.50 ટકા મતદાન થયું છે. છોટાઉદેપુર જિલ્લામાં 13.50 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન કચ્છ જિલ્લામાં માત્ર 13.2 ટકા રહ્યું છે.આ આંકડાઓ દર્શાવે છે કે કેટલાક જિલ્લાઓમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, જ્યારે કેટલાક વિસ્તારોમાં મતદાનનો પ્રતિસાદ ઓછો રહ્યો.

  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને આજે  મતદાન થઇ રહ્યું છે.   રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ આજે એટલે કે 26 એપ્રિલ, 2026ના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યં છે.  આ સાથે જ 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠકો માટે પણ પેટા ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. આ તમામ બેઠકો માટે સવારે 7:00 વાગ્યે મતદાન શરૂ થયું છે જે  સાંજે 6:00 વાગ્યા સુધી ચાલશે.

 15 મહાનગરપાલિકાની કૂલ 261 વોર્ડ અને 1044 બેઠકો છે. જેમાંથી 43 બેઠકો બિનહરીફ થઈ છે. તો અન્ય વોર્ડમાં આજે મતદાન થઇ રહ્યું છે. 84 નગરપાલિકાની બે હજાર 324 બેઠકોમાંથી 385 બેઠકો બિનહરીફ થતા 603 બેઠકો પર મતદાન હાથ ધરવામાં આવ્યું છે.  જ્યારે જિલ્લા પંચાયતની એક હજાર 90 બેઠકો પૈકી 52 બેઠકો બિનહરીફ થતા  એક હજાર 38 બેઠકો પર અને તાલુકા પંચાયતની પાંચ હજાર 234 પૈકી ચાર હજાર 976 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે.  

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મેદાનમાં ઉતરેલા 25 હજાર 537 જેટલા ઉમેદવારોના ભાવી આજે EVMમાં સીલ થશે. મતદાનને લઈને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડાએ માહિતી આપતા કહ્યું કે મતદાનના દિવસે થ્રી લેયર સિક્યોરિટી એક્શન પ્લાન બનાવાયો છે. મતદાન મથકની સંવેદનશીલતા મુજબ પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. સુરક્ષા વ્યવસ્થામાં એઆઈ ટેક્નોલોજીની પણ મદદ લેવામાં આવશે. સીસીટીવી નેટવર્ક એન્ડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી તમામ મતદાન મથકો પર ચાપતી નજર રખાશે. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર, લોકોને ગુમરાહ કરતા મેસેજ સોશલ મીડિયામાં વાયરલ કરનાર તત્વો સામે કડક પગલા ભરાશે. મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં મતદાન યોજાય તે માટે રાજ્ય પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ અને સધન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget