શોધખોળ કરો

કોરોના વાયરસના બદલાયેલા સ્વરૂપથી તબીબો ચિંતિંત, દર 100 વ્યક્તિઓમાંથી 20 લોકોમાં....

વાયરસના જિન્સમાં ફેરફારની શક્યતાને પગલે સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે.

અમદાવાદમાં દિવસને દિવસે કોરોનાની સ્થિતિ વિકરાળ બની રહી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોના (corona virus)ના 602 કેસ નોંધાયા છે. કોરોનાના વધતા સંક્રમણના પગલે અમદાવાદ સિવિલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં 400 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તો કોરોનાના બદલાયેલા સ્વરૂપથી તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે.

અમદાવાદ સ્થિત બી. જે. મેડિકલ કૉલેજના ઈંચાર્જ ડીન ડૉ. પ્રણવ શાહે દાવો કર્યો કે, દર 100 વ્યક્તિઓમાંથી 20 લોકોમાં સંક્રમણ ફેલાઈ રહ્યુ છે અને વાયરસના જિન્સમાં ફેરફારની શક્યતાને પગલે સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે. જેના કારણે કેટલાક દર્દીઓના સેમ્પલ પુણે લેબોરેટરીમાં મોકલાયા છે.

એક સમયે કોરાનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેતા અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોના (corona virus)ના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં સતત ચોથા દિવસે 600થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય મળી કોરોનાના કુલ નવા 612 કેસ નોંધાયા છે. તો વધુ ત્રણ દર્દીઓના મૃત્યુ સાથે અમદાવાદ શહેરમાં કુલ મૃત્યુઆંક 2 હજાર 348 પર પહોંચ્યો છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 2252 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona)  સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1731 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,86,577  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યા છે. જેમાંથી 149 લોકો વેન્ટિલેટર પર અને 11892 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.54 ટકા પર પહોંચ્યો છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 3,  સુરત કોર્પોરેશન(SMC)માં 3, પંચમહાલ 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 8  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4500 લોકોના કોરોનાથી મોત થયા છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577  છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11528 છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

સુરત કોર્પોરેશનમાં 603, અમદાવાદ કોર્પોરેશનમાં 602, વડોદરા કોર્પોરેશનમાં 201 , રાજકોટ  કોર્પોરેશનમાં 198, સુરત 74, રાજકોટ 44,   ભાવનગર કોર્પોરેશન-36,  વડોદરા 35, મહેસાણા 31, ખેડા 27, નર્મદા 26,  જામનગર કોર્પોરેશન 25, મોરબી 25, પંચમહાલ 25, ગાંધીનગર કોર્પોરેશન 24, ભરૂચ 21, દાહોદ 21, ગાંધીનગર 20, અમરેલી 19, કચ્છ 18, મહીસાગર 17, આણંદ 16, સાબરકાંઠા 15, વલસાડ 14, સુરેન્દ્રનગર 13, પાટણ 12, અમદાવાદ 10, અરવલ્લી 9, ભાવનગર 9, જૂનાગઢ કોર્પોરેશન 9, ગીર સોમનાથ અને જામનગરમાં 8-8  કેસ નોંધાયા હતા.

કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577  છે.

સુરત કોર્પોરેશનમાં 503,  અમદાવાદ કોર્પોરેશનમાં 577, વડોદરા કોર્પોરેશનમાં 137 , રાજકોટ  કોર્પોરેશનમાં 115, સુરત 105, રાજકોટ 21, ભાવનગર કોર્પોરેશન-18,  વડોદરા 14, મહેસાણા 7, ખેડા 22, નર્મદા 18,  જામનગર કોર્પોરેશન 22, મોરબી 11 લોકો ડિસ્ચાર્જ થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Crime : કારમાંથી મળેલી લાશ મામલે સૌથી મોટો ખુલાસો, વીમો પકવવા કરી હત્યાAravalli News: શામળાજીને તાલુકો જાહેર કરવા માટે ઉઠી માગી માંગ....જાણો કોણે કરી આ માંગ?BZ Group Scam : રિમાન્ડ પૂર્ણ થતાં આજે Bhupendrasinh Zala ને કોર્ટમાં રજૂ કરાશે, જુઓ અહેવાલPrnatij Bus Fire: કતપુર ટોલ પ્લાઝા પાસે ખાનગી બસમાં લાગી આગ, 36 જેટલા મુસાફરો હતા સવાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
Embed widget