શોધખોળ કરો

Dogs Bites: મોડાસામાં હડકાયાં શ્વાનનો આતંક, એક જ સોસાયટીમાંથી 10 લોકોને બચકાં ભર્યા, તમામને ખસેડાયા હૉસ્પીટલ

રાજ્યમાં ફરી એકવાર હડકાયાં શ્વાનનો આંતક સામે આવ્યો છે. રાજકોટ, અમદાવાદ, મહેસાણા અને સુરત બાદ હવે અરવલ્લીમાં પણ એકવાર હડકાયાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે

Dogs Bites News: રાજ્યમાં ફરી એકવાર હડકાયાં શ્વાનનો આંતક સામે આવ્યો છે. રાજકોટ, અમદાવાદ, મહેસાણા અને સુરત બાદ હવે અરવલ્લીમાં પણ એકવાર હડકાયાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે, ગઇકાલે મોડાસા શહેરમાં 10થી વધુને હડકાયાં શ્વાને બચકાં ભરી લેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ ઘટનામાં જિલ્લાના મોડાસામાં ગરીબ નવાઝ અને સાબાલિયા સ્ટેટ સોસાયટીમાં હડકાયાં શ્વાને ગઇકાલે આતંક મચાવ્યો હતો. હડકાયાં શ્વાને 10થી વધુ લોકોને અચનાક બચકાં ભરી લીધા હતા, હડકાયાં શ્વાને મહિલાઓ અને બાળકો પર એટેક કરી દીધો હતો, હાલમાં આ તમામ 10 લોકોને સારવાર અર્થે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. શહેરમાં હડકાયાં શ્વાનના આતંકથી સ્થાનિકો રોષ ફેલાયો છે.

કૂતરું કરડે તો ઈન્જેક્શન લેતા પહેલા તરત જ કરો આ કામ, હડકવા ફેલાવવાનું જોખમ નહીં રહે

છેલ્લા કેટલાક સમયથી રખડતા કૂતરાઓનો આતંક સતત વધી રહ્યો છે, દેશભરમાંથી દરરોજ આવા અનેક વીડિયો સામે આવે છે જેમાં કૂતરાઓ કોઈને કોઈને પોતાનો શિકાર બનાવે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓ કૂતરાના કરડવાથી ભોગ બને છે. કૂતરા કરડ્યા પછી, લોકો ઘણીવાર વિચારે છે કે જો તેઓને હડકવાના ઈન્જેક્શન તરત જ મળે, તો તેઓ જોખમમાં રહેશે નહીં, જો કે, એવું નથી. આવા ઘણા કિસ્સાઓ પણ જોવા મળ્યા છે જ્યાં હડકવાના ઈન્જેક્શન લેવા છતાં લોકો હડકવાના કારણે દર્દનાક મૃત્યુ પામ્યા છે. આવી સ્થિતિમાં, તમારે તરત જ કેટલીક વસ્તુઓ કરવી જોઈએ જે હડકવાના જોખમને અટકાવી શકે છે.

આ કામ તરત કરો

સૌ પ્રથમ, કૂતરાથી દૂર રહો અને જો કૂતરો કરડવા આવે તો ગભરાશો નહીં. જો તમે ડરવા લાગશો તો કૂતરો પ્રભાવશાળી બનશે, આવી સ્થિતિમાં અવાજ કરો અને તેની સામે ઉભા રહો. તેને તમારા શરીરથી દૂર રાખવાનો પ્રયાસ કરો. જો કોઈક રીતે કોઈ કૂતરો તમને કરડે, તો તરત જ કોઈની પાસેથી પાણી લો અને ઘાને સારી રીતે ધોઈ લો. જો તમે ઘરની નજીક હોવ તો ઘરે જઈને સાબુથી ઘાને સારી રીતે ધોઈ લો. આ હડકવા ફેલાવવાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે. આ પછી તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ અને પોતાને હડકવા માટે ઈન્જેક્શન કરાવવું જોઈએ.

આ વાતોનું પણ ધ્યાન રાખો

ધ્યાનમાં રાખો કે જો તમને અથવા તમારા પરિવારના કોઈપણ સભ્યને કૂતરો કરડે છે, તો 24 કલાકની અંદર હડકવાના ઈન્જેક્શન કરાવો. જો શક્ય હોય તો જરા પણ રાહ ન જુઓ અને તરત જ હોસ્પિટલ જાઓ અને આ કામ પહેલા કરો. આ પછી, સમયસર બીજું અને ત્રીજું ઇન્જેક્શન આપવું જરૂરી છે. કારણ કે એકવાર હડકવા શરીરમાં ફેલાઈ જાય પછી તેની સારવાર શક્ય નથી. હડકવા એક રોગ છે જે ઝડપી અને પીડાદાયક મૃત્યુનું કારણ બને છે.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતમાં આવી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જ્યારે કોઈ કૂતરો માલિક અથવા અન્ય કોઈ વ્યક્તિને કરડ્યો હોય. આટલું જ નહીં, તમે ઘણી વખત નાના બાળકોને કૂતરાઓ કરડવાના સમાચાર સાંભળ્યા હશે. તમે સોશિયલ મીડિયા પર કૂતરાઓ સાથે સંકળાયેલી આ ઘટનાઓના વીડિયો અને ફોટા પણ જોયા જ હશે. પરંતુ હવે કેન્દ્ર સરકાર શ્વાનની લગભગ 23 ખતરનાક જાતિઓ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. હકીકતમાં, કેન્દ્ર સરકારે સૂચન કર્યું છે કે પીટબુલ, રોટવેઇલર, ટેરિયર, વુલ્ફ ડોગ, માસ્ટિફ્સ જેવા વિદેશી કૂતરાઓની આયાત, સંવર્ધન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajula Heart Attack : રાજુલામાં લગ્ન પ્રસંગમાં ગરબા રમતા હાર્ટ અટેક આવતાં યુવકનું મોતRajkot Suicide Case : રાજકોટ સોની વેપારી આપઘાત કેસમાં 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડMansukh Vasava : નર્મદા નદીમાં 3 લોકોના ડૂબી જતાં મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ શું લગાવ્યા આરોપ?Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
Embed widget