Amreli: ભાજપના આગેવાન ડૉ.ભરત કાનાબારે પક્ષ પલટુ ઉમેદવારો સામે રોષ વ્યક્ત કર્યો, જાણો ટ્વિટ કરી શું કહ્યું ?
અમરેલી ભાજપના આગેવાન ડૉ.ભરત કાનાબારે પક્ષ પલટુ ઉમેદવારો સામે રોષ વ્યક્ત કર્યો છે. ડૉ ભરત કાનાબારે કહ્યું પક્ષ પલટો કરનારા પાંચ વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે તેવો કાયદો જરૂરી છે.
અમરેલી: ગુજરાતમાં પ્રચંડ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. ભાજપે વિધાનસભા 2022ની ચૂંટણીમાં 156 બેઠકો પર શાનદાર જીત મેળવી છે. ત્યારે હવે ભાજપની ઐતિહાસિક જીત બાદ અમરેલી ભાજપના આગેવાન ડૉ.ભરત કાનાબારે પક્ષ પલટુ ઉમેદવારો સામે રોષ વ્યક્ત કર્યો છે. ડૉ ભરત કાનાબારે કહ્યું પક્ષ પલટો કરનારા પાંચ વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે તેવો કાયદો જરૂરી છે. પક્ષ પલટુઓ ક્યારેય જીતે નહિ તેવી લોકો પ્રતિજ્ઞા લે એવી કરી પણ તેમણે કરી છે. અમરેલી ભાજપના આગેવાના ડૉ ભરત કાનાબારે ટ્વીટ કરી પક્ષપલટુ નેતાઓ પર સવાર ઉઠાવ્યા છે.
લોકો ઉમેદવારને 5 વર્ષ માટે ચૂંટે છે પણ 5 દિવસની અંદર જ જેને બીજા પક્ષમાં જવાનો વિચાર આવે તે ઉમેદવાર ક્યારેય તે વિસ્તારમાંથી જીતે નહિ તેવી લોકો પ્રતિજ્ઞા કરે.
— Dr. Bharat Kanabar (@KANABARDr) December 13, 2022
પક્ષપલ્ટો કરનાર ૫ વર્ષ સુધી ચૂંટણી લડી ના શકે તેવો કાયદો નહિ આવે ત્યાં સુધી લોકોના ચુકાદા સાથે આવી ક્રૂર મજાક થતી રહેશે. pic.twitter.com/OyTzdFz4Sd
અમરેલી ભાજપના આગેવાના ડૉ ભરત કાનાબારે ટ્વીટ કરી લખ્યું, લોકો ઉમેદવારને 5 વર્ષ માટે ચૂંટે છે પણ 5 દિવસની અંદર જ જેને બીજા પક્ષમાં જવાનો વિચાર આવે તે ઉમેદવાર ક્યારેય તે વિસ્તારમાંથી જીતે નહિ તેવી લોકો પ્રતિજ્ઞા કરે. પક્ષપલ્ટો કરનાર ૫ વર્ષ સુધી ચૂંટણી લડી ના શકે તેવો કાયદો નહિ આવે ત્યાં સુધી લોકોના ચુકાદા સાથે આવી ક્રૂર મજાક થતી રહેશે.
Toll Tax: ખતમ થવા જઇ રહી છે ફાસ્ટેગથી ટૉલ કલેક્શનની સિસ્ટમ, ટ્રાફિકથી મળશે છૂટકારો
દેશના રાષ્ટ્રીય રાજમાર્ગો પર જલદી વાહનોથી ટૉલ ટેક્સ વસૂલવાની નવી રીત જોવા મળી શકે છે. અત્યારે દેશના દરેક રાષ્ટ્રીય રાજમાર્ગ પર ફાસ્ટેગથી ટૉલ ટેક્સ લેવાનુ કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જલદી આ માટે સરકાર કેમેરા આધારિત ટૉલ કલેક્શન સિસ્ટમ લાગુ કરી શકે છે. જે અંતર્ગત ગાડીઓની નંબર પ્લેટને સ્કેન કરીને સીધુ બેન્ક ખાતામાંથી પૈસા કપાઇ જશે. આ સિસ્ટમને ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા પણ કહેવામાં આવે છે.
શું થવાનો ફેરફાર ?
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) અનુસાર આ કેમેરાની મદદથી ટૉલ લેવાની સુવિધાને ટૉલ પ્લાઝાના બૂથ પર ગાડીઓની લાંબો ઇન્તજાર નહીં કરવો પડે, અત્યારે ભારતમાં 97% ટૉલ ટેક્સ વસૂલી FASTag ના માધ્યમથી કરવામા આવી રહી છે. આ સિસ્ટમ ફાસ્ટ હોવા છતાં ટૉલ પ્લાઝા પર લાંબો ટ્રાફિક જામ રહે છે.
કઇ રીતે કામ કરે છે ANPR ?
માર્ગ પરિવહન મંત્રાલયે જાણકારી આપી છે કે ભારતમાં હાઇવે પર હાલના ટૉલ પ્લાઝાને હટાવી દેવામાં આવશે, અને તેના જગ્યાએ ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા એટલે કે ANPR લગાવવામા આવશે, આ સિસ્ટમ વાહનોમાં નંબર પ્લેટ રીડ કરીને ગ્રાહકના બેન્ક ખાતામાંથી ટૉલ ટેક્સની રકમ કાપી લેશે. આને હાઇવેના શરૂઆતી અને અંતિમ સેન્ટર પર સ્થાપિત કરવામાં આવશે, જેનાથી અહીં લાગેલા કેમેરા ગાડીની નંબર પ્લેટની તસવીર લઇને તેમની નક્કી કરવામાં આવેલી યાત્રાની દુરીના આધાર પર ટેક્સનું નિર્ધારણ કરીને વસૂલી કરશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ થોડાક મહિનાઓ પહેલા આના વિશે કહ્યું હતુ કે ભારત સરકાર આના ટેસ્ટિંગ માટે એક પાયલટ પ્રૉજેક્ટ પણ ચલાવી રહી છે. આ સિસ્ટમ લોકોને તેમના વાહનોની નક્કી કરવામાં આવેલી દુરીના આધાર પર ટેક્સ લેશે, આનાથી નવી ટેકનિકથી ટૉલ બૂથો પર વિના રોકાયે ચાલવાની સુવિધા અને દુરીના આધાર પર ચૂકવણીની સુવિધા મળશે.