શોધખોળ કરો

Kutch: કચ્છના મુંદ્રા સેઝમાં DRIની મોટી કાર્યવાહી, 100 કરોડનો દાણચોરીનો સામાન કર્યો જપ્ત, ત્રણની ધરપકડ

કચ્છના મુંદ્રા સેઝમાં ડીઆરઆઈએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી

કચ્છના મુંદ્રા સેઝમાં ડીઆરઆઈએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી જાણકારી અનુસાર, કચ્છના મુન્દ્રામાં DRIએ મોટી કાર્યવાહી કરતા 100 કરોડની દાણચોરી ઝડપી પાડી હતી. અમદાવાદ DRIએ દાણચોરી કરતી ગેંગ સામે કાર્યવાહી કરી હતી. દાણચોરીના રેકેટમાં સામેલ ત્રણ માસ્ટર માઈન્ડની પણ ધરપકડ કરવામાં આવી હતી.

ડીઆરઆઈની તપાસમાં બહાર આવ્યું છે કે આ ત્રણ માસ્ટરમાઇન્ડ ઇ-સિગારેટ, બ્રાન્ડેડ મોબાઇલ એસેસરીઝ, પ્રીમિયમ બ્રાન્ડેડ શૂઝ, બેગ, પરફ્યુમ અને ઇલેક્ટ્રોક્સ આઇટમ્સની દાણચોરીમાં સંડોવાયેલા હતા. ડીઆરએએ 100 કરોડનો દાણચોરીનો માલ જપ્ત કર્યો હતો. જેમાં ઈ-સિગારોટ, બ્રાન્ડેડ મોબાઈલ એસેસરિઝનો સમાવેશ થાય છે. તે સિવાય દાણચોરી કરવામાં આવનારા પ્રિમિયમ બ્રાન્ડેડ શૂઝ, બેગ, પરફ્યુમ, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સનો જથ્થો પણ જપ્ત કર્યો હતો.

નોંધનીય છે કે ગયા મહિને સુરત એરપોર્ટ પર ડીઆરઆઇએ મોટી કાર્યવાહી કરી હતી. સુરત એરપોર્ટ પરથી DRI દ્વારા પકડેલા કરોડો રુપિયાના ગોલ્ડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.  DRI દ્ધારા  PSI ની ધરપકડ કરવામાં આવી છે.  ઈમિગ્રેશનમાં નોકરી કરતા PSI પરાગ દવે નામના અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી.  PSI પરાગ દવેની  આરોપી સાથે મિલીભગત હોવાનું બહાર આવ્યું હતું. દિલ્હી DRI ની ટીમને માહિતી મળી હતી જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ પરથી ડિરેક્ટોરેટ ઓફ ઇન્ટેલિજન્સએ મોટી સોનાની દાણચોરી ઝડપી પાડી છે. DRI એ ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટ પર કાર્યવાહી કરીને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ત્રણ મુસાફરોને અટકાવતી વખતે 48.20 કિલો સોનાની પેસ્ટ જપ્ત કરી હતી.

સુરતમાં પણ હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. સુરતમાં પ્રથમ વખત દરિયાઈ માર્ગે હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. સુંવાલી બીચ ઉપરથી 5.14 કરોડનો ચરસનો જથ્થો મળી આવતા ચક્ચાર મચી ગઈ હતી. અફઘાનિસ્તાનથી દરિયાઇ માર્ગે લવાયેલું 10 કિલો 350 ગ્રામ ચરસ મળ્યું હતું. SOG પોલીસ ઇન્સપેક્ટર એ.પી. ચૌધરી અને પી.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર આર.એસ. સુવેરાની આગેવાનીમાં સુવાલી બીચ ઉપર રેઇડ કરવામાં આવી હતી. એ.પી. ચૌધરીને બાતમી મળી હતી કે સુવાલી બીચ ઉપર એક મોટું પોટલું ઝાડીઓમાં છુપાવવામાં આવ્યું છે. જેમાં શંકાસ્પદ ચરસ છે. આ બાતમીને આધારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ત્યાં ધસી ગયો હતો અને FSL તથા ડોગ સ્ક્વોડની ચકાસણી બાદ તેને ખોલવામાં આવતાં નાના નાના 09 પેકેટ્સ મળી આવ્યા હતા. જેમાં આશરે 10 કિલો 350 ગ્રામ ચરસ નીકળ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bharuch Rain: ભરૂચ જિલ્લામાં વરસાદી આફત, 200 એકરથી વધુ જમીનમાં પાક પાણીમાં ડુબ્યો, ખેડૂતો બેહાલ
Bharuch Rain: ભરૂચ જિલ્લામાં વરસાદી આફત, 200 એકરથી વધુ જમીનમાં પાક પાણીમાં ડુબ્યો, ખેડૂતો બેહાલ
મા-આયુષ્માન કાર્ડ ઉપરાંતનો ખર્ચ ઉઠાવશે સરકાર, આદિવાસી પરિવાર માટે નવી યોજના જાહેર
મા-આયુષ્માન કાર્ડ ઉપરાંતનો ખર્ચ ઉઠાવશે સરકાર, આદિવાસી પરિવાર માટે નવી યોજના જાહેર
Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ
Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
Embed widget