શોધખોળ કરો
Advertisement
ડ્રાયવર-કંડકટરની ભરતી માટે અરજી કરતાં પહેલા જાણો તમામ નિયમો, આજથી કરી શકાશે ઓનલાઈન અરજી
ઉમેદવારેઓનલાઇન અરજીપત્રક ભર્યા બાદ તેની એક પ્રિન્ટ આઉટ મેળવીને પોતાની પાસે સાચવીને રાખવી. જયારે નિગમ દ્વારા અરજીપત્રક રજૂ કરવા જણાવવામાં આવે ત્યારે અચુક લાવવાનું રહેશે.
GSRTC Recruitment: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી) દ્વારા 4062 ડ્રાયવર, 3342 કંડકટની ભરતી ફિક્સ પગારથી કરશે. આ માટે ઉમેદવારો આજથી અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 6 સપ્ટેમ્બર છે. અરજી ઓનલાઈન કરવાની રહેશે. https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર અરજી કરવાની રહેશે.
અરજી કરતાં સમયે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું
- ઉમેદવારે photo ૧૦ KB અને signature ૧૦ KB સાઇઝથી (Photoનું માપ ૫ સે.મી. ઉંચાઇ અને ૩.૬ સે.મી. ૫હોળાઇ અને Signatureનું માપ ર.પ સે.મી. ઉંચાઇ અને૭.પ સે.મી. પહોળાઇ રાખવી.) વધારે નહીં તે રીતે jpg format માં scan કરી અરજીપત્રકમાં અપલોડ કરવાનો રહશે.
- ઓનલાઈન અરજીપત્રકમાંઅરજદારેપોતાનો જ ફોટો તથા સહી અપલોડ કરવાની રહશે અન્યથા અરજીપત્રક રદ કરવામાં આવશે.
- ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો: તા.૦૭/૦૮/૨૦૨૩ થી તા.૦૬/૦૯/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સુધી)
- અરજી પત્રકની ફી સ્વવકારવાનો સમયગાળો: તા.૦૭/૦૮/૨૦૨૩ થી તા.૦૮/૦૯/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સુધી)
- જાહેરાતમાં જગ્યાઓની સંખ્યામાં વધ ઘટ કરવાનો નનર્મને અબાનધત હક્ક રહશે.
- ઉમેદવારેઓનલાઇન અરજીપત્રક ભર્યા બાદ તેની એક પ્રિન્ટ આઉટ મેળવીને પોતાની પાસે સાચવીને રાખવી. જયારે નિગમ દ્વારા અરજીપત્રક રજૂ કરવા જણાવવામાં આવે ત્યારે અચુક લાવવાનું રહેશે.
- જાહેરાતમાં જે જગ્યાઓની ભરતી કરવાની છે તે નિગમની આગામી નિવૃત્તિને ધ્યાનમાં રાખીને ભરતી કરવામાં આવે છે જેથી જેમ જેમ નિગમને જરૂરિયાત જણાશે તેમ તેમ પસંદગી પ્રતિક્ષાયાદીના ઉમેદવારોની નિગમ નિમણૂંક હુમક આપવાની કાર્યવાહી કરશે. જાહેરાતમાં દર્શાવેલ અનામતની જગ્યાઓમાં રોસ્ટર પદ્ધતિ બાબતેની નીતિ અને નિયત ટકાવારી અનુસાર ફેરફાર/સુધારા કરવાનો નિગમને અબાધિત હક્ક રહેશે.
- કોઈપણ ઉમેદવારે એકથી વધુ અરજીપત્રક ભરેલ હોય અને અલગ અલગ અરજીપત્રકમાં પોતાના નામ/પિતા/પતિના નામ અને અટકમાં સ્પેલીંગમાં મીસ્ટેક કરેલ હશે અથવા એન્ટ્રી કરવામાં સ્પેસ અલગ અલગ રીતે રાખેલ હશે તેવા સંજોગોમાં એક જ ઉમેદવારને રીડીંગ (ઓ.એમ.આર.) લેખિત પરીક્ષા/ડ્રાઈવીંગ ટેસ્ટ સમયે રુબરુ આઈ.ડી.પ્રુફ રજૂ કર્યેથી આઈ.ડી.પ્રુફની વિગતો મુજબ સાચી માહિતીવાળા કોલલેટર સામે ઓપ્ટીકલ માર્ક રીડીંગ (ઓએમઆર) લેખિત પરિક્ષા/ડ્રાઈવીંગ ટેસ્ટ આપવા પાત્ર થશે. આઈ.ડી. પ્રુફ મુજબ અરજીપત્રકની વિગતોમાં ક્ષતિ/ભુલ હશે તો ઓપ્ટીકલ માર્ક રીડીંગ પરીક્ષા /ડ્રાઈવીંગ ટેસ્ટ આપવામાં દેવામાં આવશે નહીં.
- ધોરણ 12 પાસમાં મેળવેલ મહત્તમ ટકાવારીના આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત/બિનઅનામત જગ્યાઓ ધ્યાને લઈ, 100 ગુણની ઓ.એમ.આર. લેખિત પરીક્ષા મે 1.15ના રેશિયો મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે. 1 15 મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવે ત્યારે છેલ્લી કટ ઓફ મુજબની સરખી ટકાવારી ધરાવતા તમામ ઉમેદવારોને 100 ગુણની ઓ.એમ.આર લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે.
- ૧૦૦ ગણુ ની ઓ.એમ.આર.પધ્ધનતથી હેતુલક્ષી લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહલે ઉમેદવારો પૈકી સૌથી ઉંચુ મેરીટ ધરાવતા ઉમેદવારોને જાહેરાતમાં દર્શાવેલઅનામત/ બિનઅનામત જગ્યાઓ ધ્યાને લઈ, ૧:૩ ના રેશિયો મુજબ ડ્રાઈવીંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને આ ટેસ્ટમાં કોઈ કારણોસર જરૂરી ઉમેદવાર ઉપલબ્ધ ન થાય તો પુનઃ જરૂરીયાત મુજબના ઉમેદવારોને(૧:૩ ના રેશિયો બાદના ક્રમના ઉમેદવારોને) ડ્રાઈવીંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. ૧:૩ મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવે ત્યારે સરખા ગણુ ધરાવતા તમામ ઉમેદવારોને ડ્રાઈવીં ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.
- ડ્રાઈવીંગ ટેસ્ટમાં પાસ થયેલ ઉમેદવારો પૈકી ઓપ્ટીકલ માકગ રીડીંગ (O.M.R) લેણખિત પરીક્ષામાંથી મેળવેલ ગુણ તથા ડ્રાઈવીંગ ટેસ્ટમાં મેળવેલ ગુણ (ઓ.એમ.આર. લેખિતપરીક્ષાના ૪૦% વેઈટેજ અને ઓટોમેટીક ડ્રાઈવીંગ ટેસ્ટના ૬૦% વેઈટેજ) એમ બન્નેના વેઈટેજનો સરવાળો કરી કુલ ૧૦૦% વેઈટેજ મુજબ સૌથી ઉંચુ મેરીટ ધરાવતા ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવેલ અનામત/બિનઅનામત જગ્યાઓ ધ્યાનેલઈ, મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. તયારબાદ મેરિટ દીનાં આધારે ૧ જગ્યા સામે ૧.૫ (દોઢા) અથવા નિગમની જરૂરિયાતના પ્રમાણમાં એક સાથે/તબક્કાવાર ઉમેદવારોને આખરી દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે અને તેમાંથી યોગ્ય માલમુ પડ્યેથી પ્રોવિઝનલ પસંદગીયાદી/પ્રતિક્ષાયાદી બનાવવામાં આવશે.
- આ જાહેરાત અન્વયે પસંદગી પામનાર ઉમેદવારોને નિગમની જરૂરિયાત મુજબ કોઇ પણ વિભાગ/ ડેપો ખાતે નિમણૂંક આપવામાં આવશે અને તેઓ જે તે નિમણૂંકના વિભાગની પસંદગી યાદીના ગણાશે. નિમણુંક પામેલ ઉમેદવારની બે વર્ષ દરમ્યાનની કામગીરીની સમીક્ષા નોકરીનાં બે વર્ષ પૂર્ણ થયેથી કરવામા આવશે અને જો કામગીરી સંતોષકારક જણાય તો જ બાકીના સમય માટે ચાલુ રાખવામાં આવશે. આ સીધી ભરતીની જાહેરાત અન્વયે નિગમના પડતર આશ્રિત ઉમેદવારો પણ નિયમો અને જોગવાઈઓ પરિપુર્ણ કરતા હશે તો અરજી કરી શકશે અને તેઓ સીધી ભરતીના ઉમેદવાર ગણાશે.
- ગુજરાત સરકારશ્રીના બંદરો અને અને વાહન વ્યવહાર વિભાગના તા.૧૭/પ/ર૦૧૪ ના ઠરાવ નંબર : એસટીસી ૧૦૨૦૦૯/૮૬૯/ઘ મજુબ નિગમના પડતર આશ્રિત ઉમેદવારો માટે મંજુર થયેલ જગ્યાઓના 33% જગ્યાઓ અનામત રાખવામાં આવશે. સદર જગ્યાઓમાં નિયત કરેલ લાયકાત ધરાવતા આશ્રિત ઉમેદવારો મળવા પામશે નહીં તો તે જગ્યાઓ યોગ્ય લાયકાત ધરાવતા અન્ય ઉમેદવારોમાંથી ભરવામાં આવશે.
કક્ષાને લગતિ વિગતો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
ગેજેટ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion