![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
DRUGS: ફરી લાખોનું ડ્રગ્સ પકડાયુ, ત્રણ શખ્સો ડ્રગ્સ વેચવાની ફિરાકમાં હતા ત્યારે જ પોલીસે દબોચ્યાં
દમણ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા તે સમયે ત્રણ આરોપીએ જે સુશિક્ષિત હોવા છતાં ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા હતા
![DRUGS: ફરી લાખોનું ડ્રગ્સ પકડાયુ, ત્રણ શખ્સો ડ્રગ્સ વેચવાની ફિરાકમાં હતા ત્યારે જ પોલીસે દબોચ્યાં DRUGS: three accused arrested by daman police while they want to sale drugs in city DRUGS: ફરી લાખોનું ડ્રગ્સ પકડાયુ, ત્રણ શખ્સો ડ્રગ્સ વેચવાની ફિરાકમાં હતા ત્યારે જ પોલીસે દબોચ્યાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/01/c0cebe1c714ebc4cc3e3b6c8945c35c7168818621617977_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
DRUGS: ફરી એકવાર ડ્રગ્સના મોટા રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે, આ વખતે લાખોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો દમણ પોલીસે દમણમાંથી પકડ્યો છે, આ સાથે ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. માહિતી છે કે, દમણ પોલીસે પ્રદેશમાં ચાલતા નશીલા કાળા કારોબારનો ગુપ્ત બાતમીના આધારે પર્દાફાશ કર્યો છે. દમણ પોલીસે બાતમીના આધારે 97 ગ્રામ ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. દમણ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા તે સમયે ત્રણ આરોપીએ જે સુશિક્ષિત હોવા છતાં ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા હતા, આ ત્રણેય આરોપીઓ લાખોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો લઇને વેચવાની ફિરાકમાં હતા, ત્યારે જ દમણ પોલીસે દરોડા પાડીને આ ત્રણેયને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં પોલીસને અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મળી છે. હવે પોલીસે આ રેકેટના મૂળ સુધી પહોંચવાની તજવીજ શરૂ કરી દીધી છે.
મોરબી -વાંકાનેર હાઇવે પરથી 6 લાખથી વધુની કિંમતનો મેફેડ્રૉન ડ્રગ્સ પકડાયો -
મોરબી -વાંકાનેર હાઇવે પરથી SOG પોલીસની ટીમે મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે. બાતમીના આધારે SOGએ દરોડા પાડતા બે શખ્સનો 6 લાખથી વધુની કિંમતનો મેફેડ્રૉન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. માહિતી પ્રમાણે, મોરબી -વાંકાનેર હાઈવે પર આજે SOG ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી, ખરેખરમાં, SOG પોલીસને પહેલાથી હાઇવે પર મેફેડ્રૉન ડ્રગ્સની ખેપ મારતાં શખ્સો વિશે બાતમી મળી હતી, આ બાતમીના આધારે પોલીસે હાઇવે પર મોરબીના પાનેલી ગામના પાટિયા નજીક વૉચ ગોઠવી હતી, પોલીસે અહીં અચાનક દરોડા પાડ્યા હતા, આ દરમિયાન બાઇક પર સવાર બે શખ્સોને મેફેડ્રૉન ડ્રગ્સના હેરાફેરી કરતાં ઝડપી પાડ્યા હતા, આ બન્ને શખ્સો હાઇવે પર નંબર પ્લેટ વગરની બાઈકમાં ફરી રહ્યાં હતા. આ બન્ને આરોપી શખ્સનોનું નામ સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઈ બલોચ અને રજાકભાઈ આમદભાઈ ધાંચી છે, આ બન્ને આરોપીએ પાસેથી પોલીસે મેફેડ્રૉન ડ્રગ્સનો ૬૪.૨૦ ગ્રામ જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની કિંમત ૬,૪૨,૦૦૦ છે, આ ઉપરાંત તેમની પાસેથી ૩૦૦૦ રૂપિયાની કિંમતના બે મોબાઇલ ફોન અને ૪૪૬૦ રૂપિયા રોકડા સહિત હોન્ડા બાઇકને કબજે કર્યુ હતુ. મેફેડ્રૉન ડ્રગ્સના હેરાફેરીના કેસમાં આ આરોપીઓ પાસેથી આરોપી જુનેદભાઈ હનીફભાઈ પરમારનું નામ પણ ખુલ્યુ હતુ, પોલીસે આ પછી તમામ કડીઓને તપાસને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. આ કેસમાં સાજીદે ડ્રગ્સનો જથ્થો આરોપી રજાક પાસેથી મેળવ્યો હતો, તો રજાકે આરોપી જુનેદ પાસેથી જથ્થો મેળવ્યો હોવાની પકડાયેલા આરોપી સાજીદ અને રજાકે કબુલાત કરી હતી.
Join Our Official Telegram Channel:
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)