શોધખોળ કરો

Heart Attack: હાર્ટ અટેકથી વધુ એક યુવકનું મોત, 24 વર્ષિય રત્નાકલાકાર ફોન પર વાત કરતા-કરતા ઢળી પડ્યો

નવસારીમાં હીરાની ફેક્ટરીમાં કામ કરતા રત્નકલાકારનું હાર્ટ અટેકથી મોત થયું છે. ફેક્ટરીમાં ફરજ પર હતા તે દરમિયાન હાર્ટ અટેક આવતા અચાનક ઢળી પડ્યા હતા

નવસારી:યુવાવસ્થામાં વધુ એક હાર્ટ અટેકથી મોત થયું છે. નવસારીમાં પ્રકાશ સોદરવા નામનો 24 વર્ષનો યુવક ફોન પર વાત કરતો હતો અને હાર્ટ અટેકના કારણે અચાનક ઢળી પડ્યો હતો. તેઓ નવસારીમાં હીરાની ફેક્ટરીમાં કામ કરતા હતા આ સમયે તેઓ જ્યારે ફોન પર વાત કરતા હતા અને હાર્ટ અટેક આવતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.  હાર્ટ અટેક એટલો સિવિયર હતો કે, યુવકને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાનો પણ સમય  ન મળ્યો. યુવકના મૃત્યુના સમાચાર પરિજનોને મળતા. પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

કોરોનાની મહામારી બાદ યુવાવસ્થામાં સતત હાર્ટ અટેકથી મોતના કેસ વધી રહ્યાં છે. ક્યાક જિમમાં તો ક્યાંક ક્રિકેટ રમતા રમતા કે યોગ કરતા–કરતા હાર્ટ અટેક આવ્યો હોય તેવા અનેક કિસ્સા છાશવારે સામે આવી રહ્યાં છે. આવી સ્થિતિમાં હાર્ટ અટેકથી બચવા માટે નિયમિત કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરવો જરૂરી છે. તેમજ આહાર અને જીવનશૈલીમાં પણ બદલાવ લાવવો જરૂરી છે. નાની વયે આવતા હાર્ટઅટેકના જોખમથી બચવા શું કરવું જોઇએ જાણીએ.

હૃદયરોગથી બચવા માટે શું ખાવું શું ન ખાવું?
અમેરિકન હાર્ટ અસોશિએશને લોકોને હૃદય રોગથી બચવા માટે આહાર અને જીવનશૈલીમાં સુધાર લાવવા પર ભાર મૂક્યો છે. શોધકર્તાએ જણાવ્યું કે, હૃદય રોગોના જોખમને ઓછું કરવા માટે વિભિન્ન પ્રકારના ફળો અને શાકભાજી,સાબુત અનાજ, કમ વસા વાળા ડેરી પ્રોડક્ટ,  નોન ટ્રોપિકલ વનસ્પતિ તેલનો ઉપયોગ કરવો જોઇએ. તો બીજી તરફ સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ, સોડિયમ, લાલ માંસ,  મિઠાઇ અને શુગર ડ્રિન્ક જેવી ચીજોનું સેવન ઓછું કરવું ફાયદાકારક છે.                            

શું કહે છે એક્સપર્ટ?
અધ્યયનના પ્રમુખ લેખક ડો યૂની ચોઇ કહે છે કે, હૃદયને સ્વસ્થ રાખવા માટે જેટલું શક્ય હોય પ્રાકૃતિક ચીજોનું સેવન કરવું જોઇએ.  પ્રોસેસ્ડ ચીજોની માત્રા ઓછું કરવી ઉત્તમ રહે છે. શક્ય હોય તેટલું ડાયટમાં નોન વેજ ઓછું કરી દો. આંકડા મુજબ દુનિયામાં સૌથી વધુ મોતનું કારણ હાર્ટ અટેક છે. આ સ્થિતિમાં જો નાની ઉંમરથી હાર્ટને હેલ્થી રાખતા ફૂડને ડાયટમાં સામેલ કરવાં આવે તો હાર્ટ અટેકના જોખમને ઘટાડી શકાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર

Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત

દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત

ABP Premium

વિડિઓઝ

Surat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગોMumbai Rain | મુંબઈમાં ધોધમાર 12 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીKutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત
દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત
જો તમારા ફોનમાં છે આ નકલી એપ? જલદી કરો ડિલિટ, સરકારે આપી ચેતવણી

France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત

Embed widget