કોરોના રસીને આડે અંધશ્રદ્ધા, ગુજરાતનાં આ વિસ્તારમાં લોકો રસી લેવા માટે તૈયાર નથી
ગામના સરપંચ-ઉપસરપંચ અને તાલુકા કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ પણ લોકોને વેકસીનેશન માટે સમજાવ્યા પરંતુ તેમ છતાં વેકસીનેશન માટે લોકો આગળ નથી આવી રહ્યા.
કોરોનાની રસીને લઈને રાજકોટના ગ્રામ્યમાં ફેલાયેલી ગેરમાન્યતાનો વધુ એક ઘટના સામે આવી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિન અંગે જાગૃતતા માટે આરોગ્ય વિભાગની ટીમ કામ કરી રહી છે. આ દરમિયાન જેતપુરમાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી ત્યારે કેટલાક લોકો વેક્સિન લેવાની મનાઈ કરતા નજરે પડ્યા હતા. ગેરમાન્યતા ત્યા સુધીની છે કે લોકો એમ કહે છે કે વેક્સિન લેવાથી મૃત્યુ થાય છે. જો કે આ અંગે આપણી ચેનલ એબીપી અસ્મિતા પણ અપીલ કરે છે કે વેક્સિન અંગેની ગેરમાન્યતા છોડવાની જરુર છે. કોરોના સામે લડવા માટે વેક્સિન એક માત્ર ઉપાય છે.
અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ગામમાં પણ રસી અંગેની ગેરમાન્યતાની ઘટના સામે આવી છે. અહીં રસીકરણ સેન્ટર ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ સવારથી જ ફરજ પર હાજર રહે છે પરંતુ ગામના લોકો રસીકરણ માટે અહીં ફરકતા પણ નથી. આરોગ્ય અધિકારીના મતે ખોટી માન્યતાઓને કારણે લોકો રસીકરણ માટે તૈયાર નથી થતા.
ગામના સરપંચ-ઉપસરપંચ અને તાલુકા કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ પણ લોકોને વેકસીનેશન માટે સમજાવ્યા પરંતુ તેમ છતાં વેકસીનેશન માટે લોકો આગળ નથી આવી રહ્યા. આ ગામમાં 45 ટકા જેટલા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે પરંતુ રસીને લઈને કેટલીક શંકા-કુશંકાઓને લઈને લોકો હવે રસીનો બીજો ડૉઝ લેવાની ના પાડી રહ્યા છે.
કોરોના સામે લડવા વેક્સિનેશન એક જ ઉપાય છે ત્યારે હજુ પણ કેટલાક વિસ્તારોમાં લોકોને વેક્સિનને લઈ અંધશ્રદ્ધા અને ગેરસમજણ છે. આવુ જ એક ગામ છે વલસાડના કપરાડાનું નાનાપોન્ધા ગામ જ્યાં 18 થી 44 વર્ષ ના લોકો માટે પણ વેકસીન આપવાની શરૂઆત થઈ છે તો જે સેન્ટર છે તેનાથી 200 મીટર દૂર લોકો ને પૂછવામાં આવ્યું કે વેકસીન કયા કારણસર નથી લીધું તો દરેક જણ પાસે અલગ અલગ કારણો હતા. લોકો ની અપેક્ષા છે કે સરકાર એમના ઘર સુધી માણસો મોકલે ત્યારે વેકસીન લેશે તો અમુક લોકો કહે છે કે હજી લેવાનું એટલે બાકી છે કે ખબર નથી વેકસીન લીધા પછી શું થશે, થોડા લોકો લેશે પછીજ જોઈશું.
તો અમુક લોકો સીધી વાત કેહતા જોવા મળ્યા કે વેકસીન લીધા પછી ગામ માં એક જણ નું મોત થયું હતું એટલે દવા ડુપ્લીકેટ હોઈ શકે. સરકાર દ્વારા આવા ડેટા ભેગા કરી અંશ્રદ્ધા તો તોડ અને સુવિધા નું માળખું ઉભું કરવું જોઈએ નહીં તો કપરાડા ની હાલત બગળવી નક્કીજ છે. હાલ કપરાડા માં માત્ર 14 હજાર લોકો એજ વેકસીન લીધી છે અને એમાં મહત્તમ પારડી સાથે જોડાયેલ ગામ અથવા ફેક્ટરી ના લોકો એ વેકસીન લીધી છે. જ્યારે સ્થાનિકો એ ખુબજ ઓછી સંખ્યામાં વેકસીન લીધી છે.