શોધખોળ કરો

Rain Forecast: અરબી સમુદ્રમાં સર્જાઇ મજબૂત સિસ્ટમ,રાજ્યના આ જિલ્લામાં 26 ઓક્ટોબરથી વરસાદની આગાહી

Rain Forecast: અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં ક્યા જિલ્લામાં વરસાદ આવશે. જાણીએ શું છે આગાહી

Rain Forecast: અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી વરસાદની એન્ટ્રી થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. આ સિસ્ટમ મહારાષ્ટ્ર પરથી પસાર થઇને ગુજરાતમાં વરસાદ લાવે તેવી શક્યતા જોવાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 26 ઓક્ટોબર બાદ વરસાદ આવશે. આ સિસ્મટના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાઠાંના વિસ્તારમાં અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સોરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ વરસી શકે છે. હવામાન નિષ્ણાતના મત મુજબ આગામી 4થી 5 દિવસ સુધી સિસ્ટમ નબળી પડે તેવી શક્યતા ઓછી છે. જેથી 26 નવેમ્બર બાદ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની શકયતા છે. આ સિસ્ટમના કારણે 26થી 1 નવેમ્બર સુધી વરસાદની આગાહી છે.

ક્યાં કયાં જિલ્લામાં વરસાદની વધુ શક્યતા?

આ સિસ્ટમના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વધુ શક્યતા છે. નવસારી, વલસાડ, ડાંગ,તાપી, સુરતમાં વરસાદની શક્યતા છે. ભરૂચ,નર્મદા, છોટાઉદેપુર,વડોદરા, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, ગીરસોમનાથ, જામનગર,અમરેલી, ભાવનગર,બોટાદ,સુરેન્દ્રનગર, મોરબી,રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિતના આ જિલ્લામાં છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ 1 નવેમ્બર સુધી  વરસી શકે છે. મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી છે.

અંબાલાલ પટેલની વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના મત મુજબ આગામી 72 કલાકમાં રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે  વરસાદનું અનુમાન છે. તેમાં પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. નવસારી-સુરતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.ઉપરાંત  ભરૂચ-વલસાડમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. કેટલાક ભાગોમાં પૂર આવે તેવી શક્યતા છે.

આગામી 72 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે, હાલમાં બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે જેના કારણે અને ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમની વિક્ષેપના કારણે વરસાદની શક્યતા છે. રાજ્યમાં નવસારી સુરત, ભરૂચ, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત વલસાડ, નવસારી, ભરૂચ, સુરત સહિતના ભાગોમાં પૂર આવે તેવા વરસાદની શક્યતાઓ પણ છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી છે. એટલુ જ નહીં વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, દસાડા, પાટડી, વિરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકા, બરવાળા, કડીમાં ભારે વરસાદની આગાહી છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદમાં આજથી જ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

Embed widget