Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના આ જિલ્લામાં પડ્યો કમૌસમી વરસાદ, ઘરતીપુત્રો ચિંતિત
વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વડોદરાના સાવલીમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે ... પાકને નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે.
Gujarat Rain:વેસ્ટન ડિસ્ટર્બન્સના રાજ્યમાં શનિવારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સ પૂર્વ તરફ આગળ ધપી રહ્યું છે પરિણામ સ્વરૂપ દક્ષિણ પશ્ચિમ ગુજરાતમાં કમોસની વરસાદ પડ્યો છે. પંચમહાલ, આણંદ, મહીસાગરમાં કમોસમી વરસાદ પડતાં ધરતીપુત્રોની ચિંતા વધી છે.
વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વડોદરાના સાવલીમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે ... પાકને નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે. કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે.
સુરતના હજીરામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યાં. અહીં ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ પડતા ઠંડી વધી હતી જેના કારણે લોકો હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. કમોસમી વરસાદ થતાં ચણા, કપાસ, જીરૂ અને ઘઉંના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠંડીની વચ્ચે પંચમહાલના ગોધરામાં પણ વરસાદ પડ્યો. વાવડી, વેગનપુર, અંબાલી, સીમલીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં વધુ ઠંડક પ્રસરતા લોકો કડકડતી ઠંડીનો અનુભલ કરીરહ્યાં છે કમોસમી વરસાદે ધરતીપુત્રોની મુશ્કેલી વઘારી છે.
આણંદ જિલ્લામાં પણ છુટા છવાયો વરસાદ પડતાં તમાકુ, ડાંગર, બાજરી, અને લીલા શાકભાજીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.આણંદના નાવલી, નાપાડ, ખડોલ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતાં ધરતીપુત્રો ની ચિંતા વધી છે. માવઠાથી શિયાળુ પાકને નુકસાન થઇ શકે છે.
કડકડતી ઠંડી વચ્ચે અમદાવાદમાં થશે માવઠું ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 48 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મહીસાગર સામાન્ય વરસાદની આગાહી છે, આવતી કાલે સાબરકાઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, દાહોદ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. 29 જાન્યુઆરી રાત થી 4 ડિગ્રી તાપમાન ઘટશે અને ઠંડીમાં વધારો થશે. અમદાવાદ 13.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગર 12 ડિગ્રી તાપમાન, નલિયા 4.5 ડિગ્રી તાપમાન અને રાજકોટ 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
માવઠાથી ખેડૂતોને મોઢે આવેલ કોળીયો છીનવાઈ શકે છે
રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ 28 જાન્યુઆરી એ વાતાવરણમા પલટો આવી શકે છે અને કડકડતી ઠંડી વચ્ચે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે જેમાં પાટણ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ થઇ શકે છે તે પ્રમાણે આગાહી કરતા ખેડૂતો ની ચિંતા વધી છે હાલની સ્થિતિ એ કેટલાક પાકોની કાપણી થઇ રહી છે તો કેટલાક પાકો તૈયાર થયેલ ખેતરોમા ઉભા છે જેને લઈ જો કમોસમી માવઠું આવે તો પાટણ જિલ્લામાં ખેડૂતો એ વાવેલ બે લાખ કરતા વધુ હેકટર માં વિવિધ રવિ પાકો પર માઠી અસર થઇ શકે છે અને ખેડૂતોને મોઢે આવેલ કોળીયો છીનવાઈ શકે છે જેને લઈ પાટણ જિલ્લાનો ખેડૂત ચિંતિત જોવા મળી રહ્યો છે.
પાકને થશે નુકસાન
ઉત્તર ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. બનાસકાંઠા અને પાટણ મા પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે જેથી જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોની તમામ મહેનત પર માવઠા નું પાણી પાક મા ફરી વળે અને ફરી એકવાર ખેડૂતોને પડતા પર પાટુ જેવો ઘાટ ઘડાવા પામે જેને કારણે ખેડૂતો ને મોટી નુકશાની થવાની ભીતિ સેવાઈ રહી છે હાલ ની સ્થિતિ એ પાટણ જિલ્લામાં રાયડો, સવા, ઈસબગુલ, જીરું, વરિયાળી, ચણા. ઘઉં સહીત 2 લાખ થી વધુ હેકટર મા રવિ પાકો નું વાવેતર કરેલ છે જેમાં રાયડો અને એરંડા ના પાકો ની તો કેટલાક વિસ્તારમાં કાપણી થઇ રહી છે તો કેટલાક પાકો તૈયાર થયેલ ખેતરો મા ઉભા છે અને જો વાતાવરણ બદલાય અને કમોસમી વરસાદ થાય તો થાય તો વિવિધ રવિપાકો તેમજ શાકભાજીના વાવેતર ને મોટા પાયે નુકશાન થવાની શક્યતા ઓ છે. ત્યારે ખેડૂતો હવામાન વિભાગ ની આગાહી ખોટી પડે તેવું ઇચ્છી રહ્યા છે.