Gir Somnath: હલ્લો! હું ગૃહમંત્રી હર્ષ સંઘવીનો PA બોલું છું, નોકરીમાં રાહત આપવાની કરી વાત અને...
ગીર સોમનાથ: રોફ જમાવવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીના પીએની ઓળખ આપનાર વ્યક્તિની ગીર સોમનાથ એલસીબીએ ધરપકડ કરી છે.
ગીર સોમનાથ: રોફ જમાવવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીના પીએની ઓળખ આપનાર વ્યક્તિની ગીર સોમનાથ એલસીબીએ ધરપકડ કરી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગીર સોમનાથ રહેતો વ્યક્તિ સરકારી કચેરીઓમાં અધિકારીઓને ફોન કરી કહેતો તે હું ગૃહમંત્રી હર્ષ સંઘવીનો પીએ દત્તાજી બોલું છું. આમ કરી પોતાની નજીકના લોકોની બદલી અને નોકરીમાં રાહત આપવાની ભલામણો કરતો હતો. જે વાતની જાણ થતા પોલીસે આરોપીને ઉમરેઠી ગામથી ઝડપી પાડ્યો હતો. આરોપીનું નામ જગદીશ ઉર્ફે દીલીપ નારણભાઈ નંદાણીયા છે અને તેની ઉંમર 30 વર્ષ છે.
આરોપીની ધરપકડ બાદ તેમણે કબુલાત કરી કે, તેણે વેરાવળ એસટી ડીવીઝના ટ્રાપિક ઈન્સ્પેક્ટરને ફોન કરી હર્ષ સંઘવીના પીએ દત્તાજીની ઓળખ આપી હતી અને પોતાના જાણીતા ડ્રાઈવર/ કંડક્ટર બારડને નોકરી બાબતે રાહત આપી એસી બસમાં ફરજ આપવાનું કહ્યું હતું.
ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ડુપ્લીકેટ પીએ ઝડપાયો
હર્ષ સંઘવીના પીએ નામની સોશિયલ અને ટ્રુ કોલરપ્રોફાઈલ ધરાવતો અને એસટી બસ વિભાગની અલગ અલગ કચેરીમાં કોલ કરી હર્ષ સંઘવીના પીએ દત્તાજીની ઓળખ આપતા શખ્સને ગીર સોમનાથ એલસીબીએ ધરપકડ કરી છે.
ગુજરાત પોલીસના 63 PSIની બદલી
હાલમાં પોલીસ વિભાગમાં બદલીઓને સમય ચાલી રહ્યો છે. પહેલા 22 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરવાનો આદેશ ડીજીપી વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યો હતો. જે બાદ રાજ્યના 63 પીએસઆઈની બદલી કરવામાં આવી છે. રાજ્યના 63 બિન હથીયારી PSIની બદલી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે પીએસઆઈ બદલી કરવામાં આવી છે તેમની યાદી નીચે મુજબ છે.
જુઓ લીસ્ટ
ગુજરાતના 22 પોલીસ ઈન્પેક્ટરની બદલી કરવામાં આવી
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 22 પોલીસ ઈન્સ્પેકટરો(બિન હથિયાર ધારી)ની બદલી કરવામાં આવી છે. ડીજીપી વિકાસ સહાય દ્રારા બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જે.એમ. જાડેજા જેઓ હાલમાં વડોદરામાં ફરજ બજાવે છે તેમની બદલી પૂર્વ ગાંધીધામમાં કરવામાં આવી છે. વી.એલ. સાકરિયા જેઓ વડોદરા શહેરમાં ફરજ બજાવે છે તેમને બોટાદમાં ફરજ પર મુકવામાં આવ્યા છે. કે.એન. ભુકાણ જેઓ રાજકોટમાં ફરજ બજાવે છે તેમને અમદાવાદ શહેરમાં મુકવામાં આવ્યા છે. વી.એન. મહિલા જેઓ રાજકોટમાં ફરજ બજાવે છે તેમની બદલી ખેડા ખાતે કરવામાં આવી છે. જ્યારે આર.જે. ગોહીલ જેઓ ભરુચ ખાતે ફરજ બજાવે છે તેમની બદલી નર્મદા ખાતે કરવામાં આવી છે.
બદલીઓનું લીસ્ટ
રાજ્યના 5 IPS અધિકારીઓની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
ગાંધીનગર: રાજ્યમાં 5 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા સીધી ભરતીના IPS અધિકારીઓની જાહેર હિતમાં ગૃહ વિભાગે બદલી કરી છે. બિશાખા જૈનને મદદનીશ પોલીસ અધિક્ષક, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ-2, સી.આઈ.ડી. (ક્રાઈમ), ગાંધીનગરથી બદલી કરી મદદનીશ પોલીસ અધિક્ષક, લીમખેડા જિલ્લો દાહોદ મોકલાયા છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial