શોધખોળ કરો

Dwarka: ગુજરાતમાં ઘરે-ઘરે ચોરી કરતી ટોળકી 'કિંગ ગેન્ગ' મધ્યપ્રદેશથી પકડાઇ, ક્રાઇમ બ્રાન્ચે 3 લાખ સાથે ચારને ઝડપ્યા

ગુજરાતમાં ખૂણે ખૂણે ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂકેલી 'કિંગ ગેન્ગ'ની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે, દ્વારકા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે

Dwarka Crime News: ગુજરાતમાં ખૂણે ખૂણે ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂકેલી 'કિંગ ગેન્ગ'ની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે, દ્વારકા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે, જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાંથી 'કિંગ ગેન્ગ'ના ચાર સભ્યોને પકડી પાડ્યા છે. પકડાયેલી આ ટોળકી પાસેથી અંદાજિત 3 લાખની મુદ્દામાલ જપ્ત કરવામાં આવી છે. ખાસ વાત છે કે આ 'કિંગ ગેન્ગ'ના સભ્યોની ટીમે ગુજરાતમાં ઠેર ઠેર આતંક મચાવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહેલી 'કિંગ ગેન્ગ'નો પર્દાફાશ કર્યો છે, દ્વારકા જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ 'કિંગ ગેન્ગ'ને પકડવામાં મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી 'કિંગ ગેન્ગ'ને પકડી પાડી છે, પોલીસે આ ટોળકીને 3,23,626 રૂપિયાના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લામાથી પકડી છે, આ ટોળકીના અત્યારે 4 આરોપીઓ પકડાયા છે, જ્યારે અન્ય 10 આરોપીઓની હજુ પણ શોધખોળ થઇ રહી છે. ક્રાઇમ બ્રાન્ચે આ તમામને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

'કિંગ ગેન્ગ'ના પડકાયેલા આરોપીઓ ગુજરાતમાં ઠેક ઠેકાણે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. આ પકડાયેલા આરોપીઓએ રાજ્યમાં દ્વારકા જિલ્લામાં 2, જામનગર જિલ્લામાં 5, અમરેલી જિલ્લામાં 2, રાજકોટમાં 1, સુરેન્દ્રનગરમાં 2, મોરબીમાં 1 , મહારાષ્ટ્ર-પુણેમાં 1 મળી કુલ 14 ઘરફોડ ચોરી તેમજ બાઈક ચોરીની કબૂલાત કરી છે. 

સુરતની હૉટલોમાં મોટાપાયે સેક્સ રેકેટનો વેપલો, એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગના દરોડામાં બેની ધરપકડ, પાંચ લલનાઓને મુક્ત કરાવાઇ

સુરતમાંથી વધુ એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે, શહેરના પાલ વિસ્તારમાં ચાલતી હૉટલમાં આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી, જોકે, બાતમીના આધારે એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટે અચાનક દરોડાની કાર્યવાહી કરી હતી, જેમાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો, દરોડા બાદ યૂનિટે પાંચ જેટલી રૂપલલનાઓને મુક્ત કરાવી હતી, હાલમાં આ ગેરકાયદે પ્રવૃત્તિમાં બે હૉટલ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર થઇ ગયા છે. 

તાજા માહિતી પ્રમાણે, સુરતમાં ફરી એકવાર સેક્સ રેકેટોનો ધંધો ધોમધખી રહ્યો છે. શહેરના પાલ વિસ્તારમાં બે હૉટલોમાં એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટે અચાનક દરોડાની કાર્યવાહી કરી હતી, જેમાં શહેરના પાલ ગૌરવપથની હૉટેલો બિઝનેસની આડમાં સેક્સ રેકેટનો ધંધો ચાલી રહ્યો હતો. અચાનક એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ દરોડા પાડીને આ બન્ને હૉટલોમાં ચાલતુ સેક્સ રેકેટનો ઝડપી પાડ્યુ હતુ. યૂનિટે આ દરમિયાન હૉટલમાંથી પાંચ રૂપલલનાઓને પણ મુક્ત કરાવી હતી. એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગે બન્ને હૉટલોના મેનેજરની ધરપકડ કરી છે, જ્યારે રૂપલલનાઓના સપ્લાયરને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ હૉટલ ગૌરવ રૉડ પર આવેલા મૉનાર્ક બિલ્ડીંગના ચોથા માળે આવેલી છે. 

આજે વહેલી સવારે જ એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગના હૉટેલ ઓયૉ મેટ્રો અને હૉટેલ મૉનાર્કમાં દરોડા પડ્યા હતા. બન્ને હૉટેલોના માલિક જગદીશ ભવરલાલ સોની વૉન્ટેડ છે. હૉટેલમાં મેનેજર તરીકે કામ કરતા લક્કિસિંઘ સત્યનારાયનસિંઘ નરોકાની ધરપકડ કરાઇ છે, જ્યારે હૉટેલ મોનાર્કના મેનેજર દિપક કૈલાશચંદ્ર સોનીની પણ ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત હૉટેલમાં વિક્રમ ઉર્ફે મિથુન જડુંનાથ જૈન જે રૂપલલનાઓની સપ્લાય કરતો હતો તેને વૉન્ટેડ જાહેર કરાયો છે. ખાસ વાત છે કે આ બન્ને હૉટેલોમાં ગ્રાહકોને શરીરસુખ માણવા માટેની સવલતો પુરી પાડવામાં આવતી હતી. હાલમાં આ સમગ્ર ઘટના મામલે પાલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવીને વધુ તપાસ એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ દ્વારા હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Accident: નવસારીના બીલીમોરામાં મેળામાં રાઈટ તૂટી જતા મોટી દુર્ઘટના, પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા
Accident: નવસારીના બીલીમોરામાં મેળામાં રાઈટ તૂટી જતા મોટી દુર્ઘટના, પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા
Asia Cup 2025: 10 સેકન્ડના 16 લાખ રૂપિયા, એશિયા કપમાં ભારતની મેચથી થશે બ્રોડકાસ્ટર્સને કરોડોની કમાણી
Asia Cup 2025: 10 સેકન્ડના 16 લાખ રૂપિયા, એશિયા કપમાં ભારતની મેચથી થશે બ્રોડકાસ્ટર્સને કરોડોની કમાણી
GST પર જાહેરાતની અસર, શેરબજારમાં તોફાની તેજી, 1100 પોઈન્ટ ઉછળ્યો સેન્સેક્સ
GST પર જાહેરાતની અસર, શેરબજારમાં તોફાની તેજી, 1100 પોઈન્ટ ઉછળ્યો સેન્સેક્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Stock Market Today : લાંબા સમય બાદ ભારતીય શેર માર્કેટમાં જોરદાર તેજી
Navsari Tragedy : નવસારીમાં મેળામાં રાઈટ તૂટી જતા મોટી દુર્ઘટના, પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી
Junagadh News : જૂનાગઢના કેશોદમાં 110 વર્ષના વૃદ્ધાનું પડી જવાથી મોત, જુઓ અહેવાલ
Mehsana Accident : ઊંઝામાં પૂરપાટ જતી કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, સામે આવ્યા સીસીટીવી
Rajkot News : ખેતરની કુંડીમાં પડી જતાં અઢી વર્ષીય બાળકનું મોત, પરિવારમાં માતમ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: નવસારીના બીલીમોરામાં મેળામાં રાઈટ તૂટી જતા મોટી દુર્ઘટના, પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા
Accident: નવસારીના બીલીમોરામાં મેળામાં રાઈટ તૂટી જતા મોટી દુર્ઘટના, પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા
Asia Cup 2025: 10 સેકન્ડના 16 લાખ રૂપિયા, એશિયા કપમાં ભારતની મેચથી થશે બ્રોડકાસ્ટર્સને કરોડોની કમાણી
Asia Cup 2025: 10 સેકન્ડના 16 લાખ રૂપિયા, એશિયા કપમાં ભારતની મેચથી થશે બ્રોડકાસ્ટર્સને કરોડોની કમાણી
GST પર જાહેરાતની અસર, શેરબજારમાં તોફાની તેજી, 1100 પોઈન્ટ ઉછળ્યો સેન્સેક્સ
GST પર જાહેરાતની અસર, શેરબજારમાં તોફાની તેજી, 1100 પોઈન્ટ ઉછળ્યો સેન્સેક્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Asia Cup 2025 India: એશિયા કપની ટીમમાં આ 11 ખેલાડીઓનું સ્થાન લગભગ નક્કી, જાણો તમામના નામ
Asia Cup 2025 India: એશિયા કપની ટીમમાં આ 11 ખેલાડીઓનું સ્થાન લગભગ નક્કી, જાણો તમામના નામ
Rajkot: ધોરાજીની શફુરા નદીમાં કાર તણાઈ, બે યુવકોનો આબાદ બચાવ
Rajkot: ધોરાજીની શફુરા નદીમાં કાર તણાઈ, બે યુવકોનો આબાદ બચાવ
વ્હાઈટ હાઉસમાં થશે ટ્રમ્પ સાથે ઝેલેન્સકીની મુલાકાત, યુરોપિયન અને નાટો દેશોના નેતા રહેશે હાજર
વ્હાઈટ હાઉસમાં થશે ટ્રમ્પ સાથે ઝેલેન્સકીની મુલાકાત, યુરોપિયન અને નાટો દેશોના નેતા રહેશે હાજર
DA Hike : દિવાળી અગાઉ કેન્દ્ર સરકાર આપી શકે છે સરકારી કર્મચારીઓને ભેટ, જાણો વિગતે
DA Hike : દિવાળી અગાઉ કેન્દ્ર સરકાર આપી શકે છે સરકારી કર્મચારીઓને ભેટ, જાણો વિગતે
Embed widget