Dwarka: ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરી ઇન્સ્ટ્રીઝ એસોસિયેશનની જનરલ બેઠક મળી
ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરી ઇન્સ્ટ્રીઝ એસોસિયેશનની જનરલ બેઠક દ્વારકામાં મળી હતી
Dwarka: ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરી ઇન્સ્ટ્રીઝ એસોસિયેશનની જનરલ બેઠક દ્વારકામાં મળી હતી. મળતી જાણકારી અનુસાર, દ્વારકામાં આહીર સમાજ વાડી ખાતે ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરી ઇન્સ્ટ્રીઝ એસોસિયેશનની જનરલ બેઠક યોજાઇ હતી. બેઠકમાં ગુજરાતનાં તમામ કવોરી માલિકોએ હાજરી આપી હતી.
રાજ્યના કવોરી ઉદ્યોગનાં પડતર પ્રશ્નોને લઇને દ્વારકામાં આહીર સમાજની વાડી ખાતે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગત મંદિર પર નૂતન ધ્વજા આરોહણ કરાયુ હતું અને ગુજરાતનાં બંધ કવોરી માલિકોનાં સમર્થનમાં બાકીનાં તમામ કવોરી માલિકોએ આગામી 2 ઓક્ટોબરથી કવોરી ઉદ્યોગ બંધ કરવાના સમર્થનમાં નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયને સર્વાનુમતે હાજર તમામ ઉદ્યોગકારોએ લેખિતમાં સમર્થન આપ્યું હતું. જેમાં ઈસી અને માઈનિંગ પ્લાન બ્લેક ટ્રેપ લીઝમાંથી રદ કરવા અને જૂના સમાધાન કરી આપેલા પ્રશ્નોનું સંપૂર્ણ નિરાકરણ ન આવે ત્યાં સુધી કવોરી માલિકો પોતાના ઉદ્યોગ ધંધા બંધ રાખશે અને જો આ પ્રશ્નોનું નિરાકરણ સકારાત્મક આવે તેવી ભગવાન શ્રી દ્વારકાધીશને પ્રાર્થના કરવામાં આવી હતી.