સૌરાષ્ટ્રના આ તાલુકામાં અનરાધાર 9.36 ઇંચ વરસાદ, રાજ્યમાં અત્યાર સુધીનો કુલ સરેરાશ વરસાદ 61.62 ટકા
રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૧૯.૦૪ ટકા વરસાદ નોંધાયો છે.
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ ૯.૩૬ ઇંચ વરસાદ તથા પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં ૧૬૩મિ.મી, કેશોદમાં ૧૫૯ મિ.મી, ખંભાળિયામાં ૧૩૦ મિ.મી., આમ કુલ ૪ તાલુકાઓમાં ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૧ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૧૯.૦૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૯.૬૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૫.૫૬ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૪૭.૬૮ ટકા, પૂર્વ ગુજરાતમાં ૪૮.૦૧ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત માણાવદર તાલુકામાં ૧૨૮ મિ.મી., માંગરોળમાં ૧૨૪ મિ.મી., અબડાસામાં ૧૨૨ મિ.મી., જામકંડોરણામાં ૧૧૮ મિ.મી., ધ્રોલમાં ૧૧૭ મિ.મી., જામજોધપુરમાં ૧૧૧ મિ.મી., કલ્યાણપુરમાં ૧૦૫ મિ.મી., મહુવા (ભાવનગર)માં ૧૦૪ મિ.મી., આમ કુલ ૧૨ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
જયારે અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકામાં ૯૬ મિ.મી., વંથલીમાં ૯૫ મિ.મી., ઉપલેટામાં ૯૪ મિ.મી., અમરેલીમાં ૮૧ મિ.મી., કોટડા સાંગાણીમાં ૮૦ મિ.મી., ભચાઉમાં ૭૬ મિ.મી., ધોરાજીમાં ૭૫ મિ.મી., આમ કુલ ૧૯ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં ૭૪ મિ.મી., ગોંડલમાં ૭૨ મિ.મી., માળીયા હાટીનામાં ૭૧ મિ.મી., મેંદરડા અને શિહોરમાં ૭૦ મિ.મી., કોડિનારમાં ૬૯ મિ.મી., રાણાવાવમાં ૬૪ મિ.મી., કુતિયાણામાં ૬૧ મિ.મી., હળવદમાં ૬૦ મિ.મી., જામનગરમાં ૫૯ મિ.મી., લાઠીમાં ૫૬ મિ.મી., વિસાવદરમાં ૫૩ મિ.મી., વાપી અને ભિલોડામાં ૫૦ મિ.મી., એમ કુલ ૩૩ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તથા ૧૫૯ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં દેવભૂમિદ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં ૩.૭૨ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કલ્યાણપુર તાલુકામાં ૮૦ મિ.મી., રાણાવાવમાં ૪૫ મિ.મી., જુનાગઢ અને જુનાગઢ શહેરમાં ૪૪ મિ.મી., દ્વારકામાં ૨૫ મિ.મી., આમ કુલ ૬ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજકોટના ધોરાજીમાં સતત પાંચમા દિવસે મેઘ મહેર છે. ધોરાજીમાં ફરી વરસાદ શરૂ થયો છે. શહેરના ચકલા ચોક રેલવેસ્ટેશન રોડ, શાકમાર્કેટ, બહારપુરા વિસ્તાર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદને કારણ રોડ ઉપર વેઝીબીલિટી ઘટી છે. ધોરાજીમાં વરસાદને કારણે ધોરાજીમાં રોડ ઉપર પાણી વહેતા થયા છે. ધોરાજી ખેતરોમાં પાણી પાણી થતાં ધરતી પુત્ર સતત વરસાદથી ચિંતીત છે.