શોધખોળ કરો

ગુજરાતના આ ગામમાં આભ ફાટ્યુંઃ માત્ર દોઢ કલાકમાં જ તૂટી પડ્યો 4 ઇંચ વરસાદ

ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા દોઢ કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

દ્વારકાઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. એમાં પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા દોઢ કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે ગામની નદીઓમાં ધસમસતા પુર આવી ગયા હતા. મેઘરાજાએ તોફાની બેટિંગથી ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે. આગામી ત્રણ દિવસ એટલે આજથી ભારે વરસાદ જોવા મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. શુક્રવારે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં સામાન્યથી લઈ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. હવામાન વિભાગ દ્વારા ફરી આગામી 29, 30 અને 31 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતમાં ફરી વરસાદને લઈને આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 29, 30 અને 31 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જેમાં 29 ઓગસ્ટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે 30 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં આજથી આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. આજે વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે દાહોદ, સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલ એટલે 30 ઓગસ્ટે સુરત, નવસારીમાં આતિભારે વરસાદની આગાહી તો આણંદ, ભરૂચ, વડોદરા, બોટાદ, જૂનાગઢ, રાજકોટ, અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget