Dwarka : છેલ્લા નોરતે પરણીતાએ પંખે લટકી કરી લીધો આપઘાત, શું હતું કારણ?
ગત રાતે પંખા સાથે લટકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક મહિલાએ સાસુ-સસરાથી અલગ રહેવા સહિત ઘર કંકાસનાં મુદ્દે આપઘાત કરી લીધો છે. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલાવી આગળ કાર્યવાહી હાથ ધરી છે.
દ્વારકાઃ છેલ્લા નોરતે ભાણવડમાં પરણિતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ગત રાતે પંખા સાથે લટકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક મહિલાએ સાસુ-સસરાથી અલગ રહેવા સહિત ઘર કંકાસનાં મુદ્દે આપઘાત કરી લીધો છે. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલાવી આગળ કાર્યવાહી હાથ ધરી છે.
Morbi : યુવકને ભાઈની પત્ની સાથે હતા સંબંધ, ભાઈ પત્નીને છોડવા તૈયાર ન થતાં કરી નાંખી હત્યા
મોરબીઃ મોરબીમાં કૌટુંબિક ભાઈની પત્ની સાથે આડાસંબંધમાં ભાઈની જ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. લીલાપર રોડ પર સ્મશાન નજીક હત્યાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે. મૃતક ઇમરાનની પત્ની સહિદા આરોપી કૌટુંબિક ભાઈ સરફરાજને ગમતી હતી અને લગ્ન કરવા હતા. સરફરાજે મૃતક ઇમરાનને તેની પત્ની સાથેના સંબધ છોડી દેવાનું કહેતા ઈમરાને નાં પડતા સરફરાજે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. હત્યા અંગે મોરબી એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગઈ કાલે રાતે બાર વાગ્યાની આસપાસ લીલાપર રોડ પર આવેલા હોથીપીરની દરગાહ પાસે રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતાં ઈમરાનશા ઉમરશા શાહમદાર વાળાને (ઉ.વ.૨૫) તેના જ કાકાના દીકરા સરફરાજ ફિરોઝશા શાહમદાર વાળાએ છરીના ઘા ઝીંકીં દીધા હતા. ઇમરાનને 108 મારફતે ગંભીર હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઇજાગ્રસ્ત ઇમરાનનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ મોરબી સીટી એ ડીવીઝન, એલસીબી,ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ઘટનાની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ મૃતક યુવાનનું પીએમ સહિતની કાર્યવાહી કરવા કવાયત હાથ ધરી છે. એ ડીવીઝન પોલીસને ગણતરીના કલાકોમાં જ આરોપીનું પગેરું મેળવવામાં સફળતા મળી હતી. હાલ એ ડીવીઝન પીઆઇ જે એમ આલ સહિતની ટીમે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.