શોધખોળ કરો

Earthquake: કચ્છમાં ફરી ધરા ધ્રુજી,રાપર નજીક ભૂકંપ આંચકો અનુભવાયો

Earthquake: કચ્છમાં ફરી ધરા ધ્રુજી છે. કચ્છના રાપર નજીક ભૂકંપ આંચકો અનુભવાયો છે. રિકટેર સ્કેલ પર આ ભૂકંપની તિવ્રતા 3.2 નોંધાઇ છે. વહેલી સવારે 3:31 વાગ્યે ભુકંપનો આંચકો નોંધાયો હતો.

Earthquake: કચ્છમાં ફરી ધરા ધ્રુજી છે. કચ્છના રાપર નજીક ભૂકંપ આંચકો અનુભવાયો છે. રિકટેર સ્કેલ પર આ ભૂકંપની તિવ્રતા 3.2 નોંધાઇ છે. વહેલી સવારે 3:31 વાગ્યે ભુકંપનો આંચકો નોંધાયો હતો. રાપરથી 21 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હોય. આ પહેલા પણ આવા આંચકા આવી ચૂક્યા છે. જો કે આ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી.

કાશ્મીર અને દિલ્હીમાં 5.5ની તિવ્રતાનો ભૂકંપ

દિલ્હી-NCR અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કાશ્મીર ઘાટીમાં સાંજે લગભગ 7.59 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 5.5 ની હોવાની માહિતી સામે આવી છે. આ સાથે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હોવાની વાત સામે આવી છે.

આ સાથે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારત, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાનના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો બીજી તરફ, પાકિસ્તાનના લાહોર અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની ઉંડાઈ એપી સેન્ટર કરતા વધારે હતી, જેના કારણે આંચકા દૂર દૂર સુધી અનુભવાયા હતા.

રવિવારે પણ દિલ્હી હચમચી ગયું હતું

આ પહેલા રવિવારે પણ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, કોઈને ઈજા કે નુકસાનના સમાચાર નહોતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે હરિયાણાના ઝજ્જરમાં રવિવારે સવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આંચકા સાથે 3.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

ભૂકંપનું કેન્દ્ર હરિયાણામાં હતું

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના વિસ્તારોમાં બપોરે 1.19 વાગ્યે 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં હતું અને તેની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દેશમાં ભૂકંપની ગતિવિધિઓ પર દેખરેખ રાખવા માટે ભારત સરકારની નોડલ એજન્સી છે.

સંમેદ શિખરજી મામલે જૈન સમાજના વિરોધ બાદ કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

સંમેદ શિખરજી પર્વત વિસ્તારને આંતરરાષ્ટ્રીય મહત્વ વાળા પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવા સામે જૈન સમાજ સતત પ્રદર્શન કરી રહ્યો હતો, જે બાદ હવે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું છે કે પર્યટન, ઈકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું કે પારસનાથ વિસ્તારમાં દારૂના વેચાણ, મોટેથી ગાવા અને માંસના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે. આ નિર્ણય બાદ જૈન સમાજે ખુશી વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

કેન્દ્રીય મંત્રી સાથે જૈન સમાજની બેઠક
વાસ્તવમાં, લાંબા સમયથી જૈન સમાજના લોકો દેશભરમાં આંદોલન ચલાવી રહ્યા હતા, તેમની માંગ ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પારસનાથની પહાડીમાં સ્થિત સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાના નિર્ણયને પાછો ખેંચવાની હતી. કારણ કે ત્યાં માંસ અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જેને લઈને જૈન સમાજના તમામ પદાધિકારીઓ પ્રવાસન મંત્રી ભૂપેન્દ્ર યાદવને મળ્યા હતા. જે બાદ તેમણે જૈન સમુદાયને ખાતરી આપી હતી કે તેમની ધાર્મિક લાગણીનું ધ્યાન રાખવામાં આવશે.

જૈન સમાજે આંદોલન છેડ્યું
પારસનાથ કેસમાં કેન્દ્ર સરકારે એક સમિતિની રચના કરી છે. આ અંગે જણાવાયું છે કે રાજ્ય સરકારે જૈન સમાજના બે સભ્યોને સમિતિમાં સામેલ કરવા જોઈએ. સ્થાનિક આદિવાસી સમુદાયના સભ્યને પણ સામેલ કરો. એવું કહેવામાં આવ્યું છે કે રાજ્યએ 2019ના નોટિફિકેશન પર કાર્યવાહી કરવી જોઈએ. પર્યટન, ઈકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ જૈન સમાજના આંદોલનનો અંત આવ્યો છે. પાલિતાણા જૈન તીર્થધામના વડાએ જણાવ્યું કે તેઓ આજે ભૂપેન્દ્ર યાદવજીને મળ્યા હતા, ત્યારપછી તમામ સમસ્યાઓનું સમાધાન થઈ ગયું છે. અમારી માંગણી સ્વીકારવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget