રાજ્યના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ
રાજ્યમાં 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી તમામ અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. 16 ઓક્ટોબર બાદ પ્રવાસીઓ ફરીથી મુલાકાત લઇ શકશે
રાજ્યમાં 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી તમામ અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. 16 ઓક્ટોબર બાદ પ્રવાસીઓ ફરીથી મુલાકાત લઇ શકશે. ચોમાસા દરમિયાન 15 જૂનથી 15 ઑક્ટોબર સુધી રાજ્યના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. 16 ઓક્ટોબરથી તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ થશે.
વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની કલમ-૨૮ અને ૩૩ની જોગવાઇ મુજબ ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે અચાનક પૂર અને ચક્રવાત જેવી પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ આ દરમિયાન અનેક પક્ષીઓ, પ્રાણીઓ, સરીસૃપ વગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોવાથી તેમાં અવરોધ થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં ગુજરાતનાં તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
ગુજરાતનાં તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે સૂચના આપવામાં આવી છે. ૧૬ ઓક્ટોબરથી તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવાના રહેશે, એમ રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન એન. શ્રીવાસ્તવે અખબારી યાદીમાં જણાવ્યું હતું.
રાજ્યમાં વરસાદની આગાહી
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં આજે વરસાદ વરસી શકે છે. તો છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ તરફ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીંવત જોવા મળી રહી છે. ત્યારે આગામી સપ્તાહથી ગરમીથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.