શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં કડકડતી ઠંડી યથાવત, માઉન્ટ આબુમાં ઠંડીનો પારો માઈનસ 4.4 ડિગ્રી પર
ભારે હિમવર્ષાથી જમ્મુ-કશ્મીરના કેટલાય સ્થળો પર તાપમાનનો પારો શૂન્યની નીચે પહોંચી જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે.
રાજ્યમાં કડકડતી ઠંડી અને કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહી છે. રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીનો પારો બેથી ત્રણ ડિગ્રી વધે તેવી શક્યતા છે. ત્યારે રાજકોટ, જામનગર, જૂનાગઢ અને નલિયામાં ઠંડીનો પારો ગગડ્યો છે. નલિયામાં ઠંડીનો પારો પાંચ ડિગ્રી સુધી પહોંચ્યો છે.
ઉત્તર ભારત તરફથી ફુંકાતા ઠંડા પવનને લીધે રાજ્યમાં કોલ્ડવેવની સ્થિતિ જોવા મળી છે. રાજકોટમાં ઠંડીનો પારો 8.8 ડિગ્રી, જૂનાગઢમાં 8.2 ડિગ્રી, કંડલામાં ઠંડીનો પારો 9.4 ડિગ્રી પર પહોંચ્યો. જામનગર, અમરેલી, સુરેંદ્રનગરમાં ઠંડીનો પારો 10 ડિગ્રી સુધી પહોચ્યો છે. જ્યારે અન્ય શહેરોમાં ઠંડીનો પારો 11 ડિગ્રીથી ઉપર જોવા મળ્યો છે.
બીજી બાજુ ગાઢ ધુમ્મુસ, ઠંડીનો પારો માઈનસમાં અને કડકડતી ઠંડીથી ઉત્તર ભારત ઠુઠવાયુ છે. જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો પારો માઈનસ સુધી પહોંચી ગયો.
ભારે હિમવર્ષાથી જમ્મુ-કશ્મીરના કેટલાય સ્થળો પર તાપમાનનો પારો શૂન્યની નીચે પહોંચી જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. ગુલમર્ગનું તાપમાન માઈનસ 10.4 ડિગ્રી, શ્રીનગરમાં ઠંડીનો પારો 5.9 ડિગ્રી, કુપવાડામાં ઠંડીનો પારો 5.8 ડિગ્રી, કોકરનાગનું તાપમાન 7.8 ડિગ્રી નોંધાયુ છે. હિમાચલ પ્રદેશમાં કેટલાય સ્થળો પર ઠંડીનો પારો શૂન્યની નીચે રહ્યો છે. કિલોંગમાં ઠંડીનો પારો માઈનસ 12.2 ડિગ્રી પર જ્યારે મનાલીમાં ઠંડીનો પારો માઈનસ 1.6 ડિગ્રી પર પહોંચ્યો છે.
રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો માઈનસ 4.4 ડિગ્રી પર પહોંચી ગયો છે. 7 જાન્યુઆરીથી આખાય ઉત્તર ભારતમાં કોલ્ડવેવ વધે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement