શોધખોળ કરો
Advertisement
કૉંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે રાજકારણમાં પ્રવેશને લઈ શું આપ્યું મોટું નિવેદન ? જાણો
કૉંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે રાજનીતિમાં પ્રવેશવાને લઈ મોટું નિવેદન આપ્યું છે.
અમદાવાદ: કૉંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે રાજનીતિમાં પ્રવેશવાને લઈ મોટું નિવેદન આપ્યું છે. વાંદરી ગામની મુલાકાત દરમિયાન ફૈઝલ પટેલે કહ્યું રાજકારણમાં પ્રવેશ કરવો કે નહીં તે ભવિષ્યની વાત છે. અત્યારે લોકોની મદદ કરવી છે. રાજનીતિની વાત પછી.
ફૈઝલ પટેલે આ નિવેદન અહમદ પટેલે દત્તક લીધેલા ગામના પ્રવાસ દરમિયાન આપ્યું છે. ફૈઝલ પટેલે વાંદરી ગામની મુલાકાત દરમિયાન અધૂરા કામ વિશે માહિતી મેળવી હતી. ગામમાં બાકી રહેલા કામ પૂર્ણ કરવાની વાત કરી હતી. આ સાથે ગ્રામજનો સાથે સીધો સંપર્ક કરી સંવાદ કર્યો હતો અને કહ્યું કે અત્યારે લોકોની મદદ કરવી તે કામ છે રાજનીતિમાં પ્રવેશની વાત બાદમાં.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું 25 નવેમ્બરે દિલ્હીમાં નિધન થયું હતું. બુધવારે સવારે 3.30 વાગે નિધન થયું હતું. તેમના દીકરા ફેસલ પટેલે નિધનની જાણકારી આપી હતી. થોડાક દિવસો પહેલા તે કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમના શરીરના કેટલાક અંગો કામ કરતા બંધ થઇ ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
વડોદરા
Advertisement