શોધખોળ કરો
Advertisement
ભારે વરસાદ બાદ ખેડૂતો ધોવાયા, સતત વરસાદ વરસતા પાકને વ્યાપક નુકસાન થયું
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કાંદરોજ ગામમાં નદીમાં આવેલા પૂરના કારણે ખેતરોમાં ઉભા કેળાના પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
અમદાવાદઃ સતત વરસાદ વરસતા ખેતીપાકને વ્યાપક નુકસાન થયાની ફરિયાદ ઉઠી છે. ક્યાંક ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે ઉભા પાકને નુકસાન થયું છે. તો ક્યાંક પૂરના કારણે પાક ધોવાયો છે.
રાજકોટની વાત કરીએતો જિલ્લામાં સિઝનનો 161 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. પડધરી તાલુકાના સુવાગ ગામમાં છેલ્લા એક મહિનાથી અહીં સતત વરસાદ વરસતા મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે.
મોરબી નજીક આવેલ વનાળીયા ગામમાં જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદ બાદ મચ્છુ-2 ડેમમાંથી છોડાયેલા પાણીએ અહીંના ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. નદી કાંઠાના ખેતરોની સ્થિતિ એવી છે કે, વધુ પાણીના કારણે ઉભો પાક સુકાઈ ગયો છે.
મહીસાગરમાં કડાણા ડેમમાંથી છોડવામાં આવેલ લાખો ક્યુસેક પાણીએ ખેડૂતની મેહનત પર પાણી ફેરવી દીધું છે. શહેરા તાલુકાના મહી નદી કાંઠે આવેલા બીલીથા, બોરડી, સાદરા નાથુજીના મુવાડા, પોયડા, બાકરિયા, રામગઢી, હડકાઇ માતાના મુવાડા સહિતના અનેક ગામોના ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે. અનેક ખેતરોમાં કમરસમા પાણી ભરાયા છે. જેના કારણે મકાઈ, ડાંગર, સોયાબીન, તલ શાકભાજી જેવા પાકને મોટું નુકશાન થયું છે. નદીકાંઠેના અંદાજીત 800 હેક્ટર ખેતરોમાં ઉભા પાક પર પાણી ફરી વળ્યા છે. ગત વર્ષે પણ આજ પ્રકારની તારાજીને કારણે ખેડૂતોને 900 હેક્ટર જમીનમાં વાવેલ પાક નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. ગત વર્ષની નુકશાની વેઠી ચૂકેલા ખેડૂતો માંડ બેઠા થયા છે. ત્યાંજ ફરી મહામૂલો પાક પાણીમાં ધોવાતાં ખેડૂતની હાલત દયનિય બની છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કાંદરોજ ગામમાં નદીમાં આવેલા પૂરના કારણે ખેતરોમાં ઉભા કેળાના પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ગત સીઝનમાં કેળાના વાવેતર બાદ ખેડૂતોની આશાઓ પર લોકડાઉને પાણી ફેરવી દીધું હતું. તો આ સીઝનમાં નર્મદાના પૂરને કારણે પાક ધોવાઈ ગયો છે. આ સમસ્યા કોઈ એક પાક કે એક ગામની નથી પણ નદી કાંઠાના અનેક ગામની છે. પૂરના કારણે જિલ્લામાં 3 હજાર હેકટરમાં નુકસાન થયાનો ખેતીવાડી વિભાગનો પ્રાથમિક અંદાજ છે.
અમરેલી જિલ્લાની વાત કરીએ તો જુના સાવર ગામની હજારો વીઘા જમીનોમાં ત્રણ નદીઓના પાણી ફરી વળતા ખેતરોમાં ઉભો પાક બરબાદ થઈ ચુક્યો છે. અમરેલી જિલ્લામાં મોટાભાગે કપાસ,તલ સહિતના પાકને ભારે નુકશાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement