(Source: ECI/ABP News/ABP Majha)
Banaskantha: બનાસકાંઠામાં રખડતા ઢોરે હુમલો કરતા ખેડૂતનું મોત, બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
બનાસકાંઠા: જિલ્લામાં રખડતા ઢોર અને નીલ ગાયના ત્રાસથી વધુ એક વ્યક્તિને જીવ ખોવાનો વારો આવ્યો છે. ડીસા તાલુકાના બાઈવાડા ગામે સૌચક્રિયા માટે બેઠેલા આધેડ પર નીલ ગાયે હુમલો કરતા ગંભીર ઈજા પહોચી હોવાની ઘટના સામે આવી છે.
બનાસકાંઠા: જિલ્લામાં રખડતા ઢોર અને નીલ ગાયના ત્રાસથી વધુ એક વ્યક્તિને જીવ ખોવાનો વારો આવ્યો છે. ડીસા તાલુકાના બાઈવાડા ગામે સૌચક્રિયા માટે બેઠેલા આધેડ પર નીલ ગાયે હુમલો કરતા ગંભીર ઈજા પહોચી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે ખેડૂતને મૃત જાહેર કરાયા હતા.
સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો આંતક ખૂબ જ વધી ગયો છે. રખડતા પશુઓના કારણે અત્યાર સુધી અનેક લોકોને અડફેટે લીધા છે જેમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે તો કેટલાક લોકો મોતને ભેટ્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓને લઈ અનેક પરિવારો બેઘર બન્યા છે. ત્યારે આવી જ એક ઘટના ડીસા તાલુકાના બાઈવાડા ગામે રહેતા 42 વર્ષીય શંભુજી પોપટજી ઠાકોર ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
આજે તેઓ સામાજિક કામ અર્થે બહાર ગામ ગયા હતા.જે દરમ્યાન તેઓ સામાજિક કામ પતાવી તેઓ ઘરે પરત આવી રહ્યા હતા તે સમયે બાઈવાડા ગામે આવેલ તળાવ પાસે તેઓ સૌચક્રિયા કરવા માટે બેઠા હતા તે સમયે અચાનક ઘસી આવેલ નીલગાયે તેમના પર હુંમલો કરતા નિલગાયનું શિંગડું તેમના મોઢાના ભાગે ઘુસી જતા ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. પરંતુ નિલ ગાયનું શિંગડુ વાગતા શંભુજી ઠાકોર લોહી લુહાણ થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકોએ તેમને તાત્કાલિક સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરાયા હતા.
બે સંતાનના પિતાનું આકસ્મિક મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે હાલ તો શંભુજી ઠાકોર જેમને પોતાની પત્ની અને બે સંતાનો છે તેમને સરકાર તાત્કાલિક સહાય જાહેર કરે તેવી પરિવારે માંગ કરી છે. જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ગ્રામીણ વિસ્તારોમાં નીલગાય આખલાઓ અને ભૂંડનો ત્રાસ વધી રહ્યો છે તેના કારણે ખેડૂતોને ભારે હલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે નીલ ગાય અને આખલાઓના કારણે ગ્રામીણ વિસ્તારના રસ્તા ઉપર અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના બાઈવાડા ગામે પણ નીલ ગાયના હુમલામાં બાઈવાડા ગામના ખેડૂતનું મોત થયું છે.
નીલગાયના હુમલાથી થયેલા મોતને લઈ ખેડૂતોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે છેલ્લા ઘણા સમયથી ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં નીલગાય ભૂંડ અને આખલાઓનો ત્રાસ વધતો જાય છે જેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે .ત્યારે ગઈકાલે નીલગાયના હુમલામાં ખેડૂત સભુજી ઠાકોરનું જે મોત થયું છે તે પણ નીલગાયના હુમલાના કારણે થયું છે ત્યારે સરકાર આ બાબતે આવા પશુઓના નિરાકરણ માટે યોગ્ય પગલા લે અને શંભુજી ઠાકોરના પરિવારને સહાય ચૂકવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી. ડીસાના વિઠોદર બાઈવાડા થેરવાડા સહિતના વિસ્તારોમાં નીલગાયના કારણે અનેક વાર અકસ્માતો પણ સર્જાયા છે. જોકે હાલ પણ નીલગાય જાહેર માર્ગો ઉપર જોવા મળી રહી છે. જોકે કોઈ ઘટના સર્જાય તે પહેલા આ નીલગાય અને રખડતા ઢોરમાંથી મુક્તિ મળે તેવી માંગ કરવામાં આવી છે.