(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat :દારૂની મહેફિલ બાદ બે PI વચ્ચે છુટ્ટા હાથની મારામારી, વીડિયો વાયરલ
ખાખીને બદનામ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. આ વીડિયોમાં પોલીસ ઈન્સ્પેક્ટર વચ્ચે જોરદાર મારામારી થઈ રહી છે.
ખેડા: ખાખીને બદનામ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. આ વીડિયોમાં પોલીસ ઈન્સ્પેક્ટર વચ્ચે જોરદાર મારામારી થઈ રહી છે. વીડિયોમાં જોવા મળે છે કે ત્રણ PI દારૂની મહેફીલ વચ્ચે કોઇ બાબતને લઇને એકબીજાને માર મારી રહ્યા છે. પોલીસ અધિકારીઓ વચ્ચે આ પ્રકારની મારામારીની ઘટનાને લઈ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ખેડા જિલ્લાના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટરનો વીડિયો વાયરલ થયો છે. દારૂની મહેફિલ માણતા સમયે અધિકારીઓ વચ્ચે મારામારી થઈ હતી. અહેવાલ અનુસાર, વીડિયોમાં જે ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટ જોવા મળી રહ્યા છે તેમને લીવ રિઝર્વમાં મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલ બી. ચૌહાણ તથા વાય. આર. ચૌહાણ અને વડતાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર કે. પરમાર હોવાનું સામે આવ્યું છે. આ ત્રણ PI દારૂની મહેફિલમાં મારામારી કરતા હોય તેમ જોવા મળી રહ્યું છે.
અહેવાલ અનુસાર, હરપાલ બી. ચૌહાણની નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનથી લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે. વાય. આર. ચૌહાણની નડિયાદ પશ્ચિમ પોલીસમાંથી લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે અને વડતાલ પોલીસ સ્ટેશનના આર કે. પરમારને નડિયાદ ટાઉનનો ચાર્જ આપવામાં આવ્યો છે.
વેરાવળ બંદર પરથી 350 કરોડના ડ્રગ્સમાં રાજકોટ કનેક્શન
ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આ ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરેથી ચડાવવામાં આવ્યો હતો. યારબાબ નામના માફિયાએ ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હતો. ગીર સોમનાથમાં ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો રાજકોટમાં ઘૂસાડવાનો હોવાનો ખુલાસો થયો છે. ઈરાનથી મૂર્તઝા નામના શખ્સે ડ્રગ્સ ઓમાન મોકલ્યું અને ત્યાંથી રાજકોટ મોકલવાનું હોવાનો ખુલાસો થયો છે.
ડ્રગ્સનો જથ્થો લેવા મોકલનાર અને અન્ય સ્થળે રવાના કરવાની સૂચના આપનાર જોડિયાનો ઇશાક હાલ દક્ષિણ આફ્રિકામાં હોવાનું જાણવા મળી આવ્યું છે. ઇશાક દક્ષિણ આફ્રિકામાં બેઠા-બેઠા લોકેશન મોકલી સૂચનાઓ આપતો હતો.
બજાર કિંમત આશરે 350 કરોડ હોવાનું સામે આવ્યું
ગુજરાતના દરિયાકાંઠે ફરી એકવાર કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપાઈ જવાની ઘટના સામે આવી છે. વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂ.૩૫૦ કરોડના ૫૦ કિલો સિલ બંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી હતી. SOG એ NDPS દ્વારા રેડ કરતા હેરોઈન ડ્રગ્સના કુલ 50 કિલો સીલ બંધ પેકેટ મળી આવ્યા હતા. જેની બજાર કિંમત આશરે 350 કરોડ હોવાનું સામે આવ્યું છે.