VIDEO: ક્રિકેટ રમવા બાબતે બોલાચાલી થતા મારામારી, લોકો ધોકા અને પાઈપો લઊને રસ્તા પર ઉતરી આવ્યા
ગીર સોમનાથ: કોડીનારના મૂળ દ્વારકા ગામે બે જૂથ વચ્ચે મારમારીની ઘટના સામે આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગામમાં જ્યારે બાળકો ક્રિકેટ રમતા હતા ત્યારે સામાન્ય બોલાચાલી થઈ હતી
ગીર સોમનાથ: કોડીનારના મૂળ દ્વારકા ગામે બે જૂથ વચ્ચે મારમારીની ઘટના સામે આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગામમાં જ્યારે બાળકો ક્રિકેટ રમતા હતા ત્યારે સામાન્ય બોલાચાલી થઈ હતી બાદમાં આ વિવાદે ઉગ્ર સ્વરુપ ધારણ કરી લીધુ અને વાત મારા મારી સુધી પહોંચી ગઈ. સામાન્ય બોલાચાલી બાદ લોકોના ટોળેટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. ધોકા, પાઇપો લઈને લોકોના ટોળા જાહેર રસ્તાઓ પર ઉતરી આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જાહેર રસ્તા પર જાણે યુદ્ધ છેડાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.
ગુજરાતની ચૂંટણીમાં કોળી સમાજ કોને ટેકો આપશે ?
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ સમાજના આગેવાનો પણ એક્શનમાં આવ્યા છે. આ કડીમાં હવે અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના પ્રમુખ વિક્રમ ભાઈ સોરાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તેમણે મહત્વની જાહેરાત કરી છે. કોળી સમાજના વિધાનસભાની ચૂંટણીમા શુ સ્ટેન્ડ રહેશે તે જણાવ્યું.
તેમણે કહ્યું કે,કુંવરજીભાઇ, દેવજીભાઈ અને અજિતભાઈ સહિતના નેતાઓ સમાજના છે, પણ જે સમાજ માટે કામ કરશે તેની સાથે કોળી સમાજ રહેશે. પોતાના માટે મહેનત કરતા નેતાઓ પડખે સમાજ નહીં રહે, સમાજ જાગૃત છે. જે યુવાઓ અને નેતાઓ સમાજની સાથે રહશે તે લોકોને જ સમાજનો ટેકો મળશે. આ ઉપરાંત તેમણે રાજકીય પાર્ટીઓને ટકોર કરતા કહ્યું કે, જે વિસ્તારમાં અમારા સમાજની વસ્તી વધુ છે તે સ્થળે અમારા સમાજના પ્રતિનીધિને ટીકીટ મળવી જોઈએ. આજે યુવાઓને આગળ આવવાની જરૂર છે. કોળી સમાજના અગ્રણીઓની આ જાહેરાત આગામી ચૂંટણીમાં મહત્વની બની રહેશે તેમ લાગી રહ્યું છે.
કુંવરજીભાઇ અને અજિત ભાઈ અંગે તેમણે કહ્યું કે, બંને અગ્રણીઓ સમાજના મોટા નેતાઓ છે. સમાજ માટે બંને એ મોટા આગેવાન છે તેથી વિવાદ દૂર થવો જોઈએ. કોળી સમાજ જાગૃત છે, યુવાનો જાગૃત છે, જે સમાજ માટે કામ કરે છે તેને યુવાઓ ટેકો આપશે. આ ઉપરાંત તેમણે કુંવરજીભાઇ બાવડીયા અને અજિત કોન્ટ્રાકટર અંગેના વિવાદ ઉપર પણ નિવેદન આપ્યું હતું. સમાજમાં દુષણ દૂર કરવા, વ્યસન દૂર કરવા અને સમૂહ લગ્ન ઉપર જોર આપવાની વાત કરી હતી. હાલમાં જ 555 દિકરીઓના એક સાથે સમૂહ લગ્ન કરાવ્યા હતા.