શોધખોળ કરો
ગુજરાતના ક્યા જિલ્લામાં કોરોના રસીના કેટલા ડોઝ ફાળવવામાં આવ્યા, જાણો વિગતે
ગુજરાતમાં સમગ્ર રાજ્યમાં કોરોના વેક્સીનેશનનો કાર્યક્રમ શરૂ થવાનો છે ત્યારે તંત્રએ આ માટેની તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે.
![ગુજરાતના ક્યા જિલ્લામાં કોરોના રસીના કેટલા ડોઝ ફાળવવામાં આવ્યા, જાણો વિગતે Find out how many doses of Corona vaccine were delivered in which district of Gujarat ગુજરાતના ક્યા જિલ્લામાં કોરોના રસીના કેટલા ડોઝ ફાળવવામાં આવ્યા, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/13130650/corona-vaccine.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દુનિયાના સૌથી મોટા કોરોના વેક્સીનેશન મહાઅભિયાનનું પ્રધાનમંત્રી મોદી આવતીકાલે પ્રારંભ કરાવશે. આવતીકાલથી ત્રણ દિવસ માટે સૌ પ્રથમ ફ્રંટ લાઈન વર્કરને વેક્સીન આપવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી વીડિયો કૉંફ્રેંસના માધ્યમથી આવતીકાલે સમગ્ર દેશમાં કોરોના વેક્સીનેશનનો પ્રારંભ કરાવશે. આ દુનિયાનો સૌથી મોટો વેક્સીનેશન કાર્યક્રમ હશે.
આ દુનિયાનો સૌથી મોટો વેક્સીનેશન કાર્યક્રમ હશે જે સમગ્ર દેશને કવર કરશે. લોન્ચ દરમિયાન તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના કુલ 3006 વેક્સીનેશન કેંદ્રો જોડાશે. ઉદ્ધાટનના દિવસે પ્રત્યેક સેન્ટર પર 100 લાભાર્થીઓને વેક્સીન લગાવવામાં આવશે.
ગુજરાતમાં પણ સમગ્ર રાજ્યમાં કોરોના વેક્સીનેશનનો કાર્યક્રમ શરૂ થવાનો છે ત્યારે તંત્રએ આ માટેની તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે. આવતીકાલથી સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણો કાર્યક્રમ શરૂ થવાનો હોય રાજ્યના તમામ જિલ્લામાં જરૂરી કોરોના ડોઝ પહોંચાડવામાં આવ્યા છે. આવો જાણીએ રાજ્યમાં ક્યા જિલાલમાં કોરોના રસીના કેટલા ડોઝ પહોંચાડવામાં આવ્યા છે.
મહાનગરોની સાથે જિલ્લા વાઈસ ફાળવણી કરવામા આવેલ ડોઝની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં 11 હજાર 670 ડોઝ, સુરત જિલ્લામાં 12 હજાર 450, તાપી જિલ્લામાં સાત હજાર 780, વલસાડ જિલ્લામાં 16 હજાર 260 અને ભરૂચ જિલ્લામાં 12 હજાર 480 ડોઝ ફાળવામાં આવ્યા છે.
તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં સાત હજાર 480 ડોઝ, જુનાગઢ જિલ્લામાં 6 હજાર 800, સુરેન્દ્રનગર જિલ્લામાં 10 હજાર 570, દ્વારકા જિલ્લામાં ચાર હજાર 700, જામનગર જિલ્લામાં 6 હજાર 10, મોરબી જિલ્લામાં પાંચ હજાર 340, પોરબંદર જિલ્લામાં ચાર હજાર 370 ડોઝ ફળવાયા છે.
તો ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં 18 હજાર 520, પાટણ જિલ્લામાં 10 હજાર 240, સાબરકાંઠા જિલ્લામાં 16 હજાર 790 ડોઝ, અરવલ્લી જિલ્લામાં 12 હજાર 640 ડોઝ અને બનાસકાંઠા જિલ્લામાં 20 હજાર ડોઝ ફાળવામાં આવ્યા છે.
તો કચ્છ જિલ્લામાં 18 હજાર 170 ડોઝ આપવામાં આવ્યા છે અને મધ્ય ગુજરાતમાં મહીસાગર જિલ્લામાં આઠ હજાર 290, વડોદરા જિલ્લામાં 13 હજાર 200, ખેડા જિલ્લામાં 14 હજાર 140, છોટા ઉદેપુર જિલ્લામાં સાત હજાર 190 અને દાહોદ જિલ્લામાં 15 હજાર 880 ડોઝ ફાળવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)