TAPI : વ્યારામાં ધર્મ પરિવર્તન કરાવવાના ગુનામાં પાદરી સહીત પાંચ આરોપીઓની ધરપકડ
Vyara News : અંબિકાનગરમાં રહેતા 2 યુવકો અને પરિવારના 3 સભ્યો સહિત 5 સામે અલગ અલગ 2 હિન્દૂ પરિવારની યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ઘરે લઈ જઈ એક રાત સુધી ગોંધી રાખી ધર્મ પરિવર્તનની પ્રક્રિયા હાથ ધરી હતી.
TAPI : તાપી જિલ્લામાં વ્યારા પોલીસ સ્ટેશનમાં ધર્મ પરિવર્તન કરાવવાના ગુનામાં એક જ પરિવારના 5 સભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે પાદરી સહિત પાંચ આરોપીઓની રાત્રે જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને પગલે પંથકમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
વ્યારા શહેરના તાડકુવા સ્થિત અંબિકાનગરમાં રહેતા 2 યુવકો અને પરિવારના 3 સભ્યો સહિત 5 સામે અલગ અલગ 2 હિન્દૂ પરિવારની યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ઘરે લઈ જઈ એક રાત સુધી ગોંધી રાખી ધર્મ પરિવર્તનની પ્રક્રિયા હાથ ધરી હતી. જેની જાણ યુવતીઓના પરિવારજનોને થતાં યુવતીના પરિવારના સભ્યોએ રાત્રે વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.જે મુજબ પોલીસે પાંચેય આરોપીઓને ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધર્માંતરણને લઈને રાજ્યમાં કડક કાયદો અમલી થવા છતાં ધર્માંતરણના કિસ્સાઓ અવારનવાર સામે આવતાં જ રહ્યા છે એવો જ એક કિસ્સો તાપીના વ્યારામાં ગેરકાયદેસર રીતે ધર્માંતરણનો બનાવ બન્યો છે.
વ્યારાની હિંદુ પરિવારની બે યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ઘરમાં લઈ જઈ એક રાત સુધી ગોંધી રાખી ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરાવવાની પ્રક્રિયા ચાલતી હતી. એક મહિલા સહિત પાંચ સામે આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તાત્કાલિક અસરથી રાકેશ વસાવા, સહિત અન્ય ચાર આરોપી યોહાન વસાવા, રેખા વસાવા, રસીન વસાવા, યાકુબ વસાવાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા મીરા હત્યા કેસમાં સંદિગ્ધ આરોપી ઝડપાયો
વડોદરામાં મીરા સોલંકી હત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. વડોદરાના તિલકવાડામાં તઃયેલી મીરા સોલંકીની હત્યાના આ કેસમાં પાંચ દિવસ બાદ સંદિગ્ધ આરોપી સંદીપ મકવાણા ઝડપાયો છે. તિલકવાડા પોલીસ અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વાઘોડિયા ખાતેથી સંદીપને પકડી પાડયો છે. સંદીપ પકડાતા હત્યા કોણે અને કેમ કરી તેના રહસ્ય પરથી પરદો ઊંચકાશે. પોલીસને પ્રેમ પ્રકરણમાં મીરાની હત્યા કરાઈ હોવાની આશંકા છે.