શોધખોળ કરો

ભાજપના જ 5 ધારાસભ્યોએ પ્રશાસનની કામગીરી પર સવાલો ઉઠાવ્યા, અધિકારીઓ ધારાસભ્યોને પણ ગાંઠતા નથી

અમદાવાદના મણીનગરના ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટે મહિલાઓની સુરક્ષા મુદ્દે સવાલ ઉઠાવતા હડકંપ મચ્યો છે.

BJP MLAs Questions Administration: ભાજપનાં જ પાંચ ધારાસભ્યોએ સરકારી પ્રશાસનની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. અમરેલીના લાઠી-બાબરાના ભાજપના ધારાસભ્ય જનક તળાવીયાએ પોલીસની કામગીરી પર જ સવાલ ઉઠાવ્યા. અનેક રજૂઆત છતા પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા આખરે ધારાસભ્ય જનક તળાવીયાને ખુદ મેદાનમાં ઉતરવુ પડ્યુ અને દામનગર પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે કોમ્પલેક્સમાં ધમધમતા જુગારધામ પર રેડ કરી. રેડ કરીને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યાં છે.

તો અમદાવાદના મણીનગરના ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટે મહિલાઓની સુરક્ષા મુદ્દે સવાલ ઉઠાવતા હડકંપ મચ્યો છે. અમુલ ભટ્ટે ટ્રાફિક ડીસીપીને પત્ર લખીને ટોઈંગ કરેલા વાહનો દાણીલીમડાના પ્લોટમાં રાખવામાં આવે છે. અને જ્યારે મહિલાઓ પોતાના વાહનો છોડાવવા માટે જાય છે તો તેમની સાથે અભદ્ર વર્તન કરાતુ હોવાનો આરોપ લગાવ્યો .

એટલુ જ નહીં અગાઉ ધારાસભ્ય અભેસિંહ તડવી નસવાડી જૂથ ગ્રામ પંચાયતની ઓફિસની આકસ્મિત મુલાકાત લીધી તો વહીવટદારની ફરજ પ્રત્યે બેદરકારી સામે આવતા ધારાસભ્ય રોષે ભરાયા હતા. વારંવાર અનિયમિતતાની ફરિયાદનેલઈને અભેસિંહ તડવીએ ગ્રામ પંચાયતની આકસ્મિક મુલાકાત લીધી હતી. ખુદ અભેસિંહ તડવી અને ટીડીઓ અડધો કલાક બેસી રહ્યા છતાંય વહીવટદાર જ ન આવ્યા. જેથી ડીડીઓને અભેસિંહ તડવીએ પગલા ભરવા સૂચના આપી.

તો જંબુસર ધારાસભ્ય ડી.કે.સ્વામીને ગુણવત્તાસભર સારવાર ન મળતી હોવાની ફરિયાદો મળતા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં હોસ્પિટલના કેટલાક કર્મચારીઓની ગેરહાજરી છતા પણ જે રજીસ્ટર હતુ તેમા તેઓની સહી કરેલી જોવા મળી હતી. જેથી ધારાસભ્યએ સૂચનાઆપીને ભવિષ્યમાં આ પ્રકારની ભુલ ન થાય તેની કાળજી રાખવાના આદેશ આપ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 

Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો

મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

Embed widget