Food Poisoning: પાલનપુરની સરકારી નર્સિંગ કૉલેજમાં 12 વિદ્યાર્થિનીઓને ફૂડ પૉઇઝનિંગ, ભોજનની નવી વ્યવસ્થાન ના થતાં પરેશાની વધી
બનાસકાંઠામાંથી વધુ એક ફૂડ પૉઇઝનિંગનો કેસ સામે આવ્યો છે, જિલ્લાની પાલનપુર સિવિલ હૉસ્પીટલમાં અચાનક ફૂડ પૉઇઝનિંગની ઘટના બનતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે
Food Poisoning Case: બનાસકાંઠામાંથી વધુ એક ફૂડ પૉઇઝનિંગનો કેસ સામે આવ્યો છે, જિલ્લાની પાલનપુર સિવિલ હૉસ્પીટલમાં અચાનક ફૂડ પૉઇઝનિંગની ઘટના બનતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠાની પાલનપુર સરકાીર સિવિલ હૉસ્પીટલની નર્સિંગ કૉલેજમાં 12 જેટલી વિદ્યાર્થિનીઓને ફૂડ પૉઇઝનિંગ થયુ છે. કહેવાઇ રહ્યું છે કે, હલકી ગુણવત્તા વાળું ભોજન પીરસાતુ હોવાના કારણે વિદ્યાર્થિની ફૂડ પૉઇઝનિંગનો શિકાર બની છે. આ ઘટના બાદ સરકારી નર્સિંગ હૉસ્ટેલમાંથી ભોજનના કૉન્ટ્રાક્ટને રદ્દ કરવામાં આવ્યો છે. 12 જેટલી વિદ્યાર્થિનીઓને ખોરાકી ઝેરની અસર થતાં તંત્રમાં પણ ચિંતા પેઠી છે. એકબાજુ કૉન્ટ્રાક્ટને રદ્દ કરાયો છે તો બીજીબાજુ વિદ્યાર્થિનીઓને ભોજન લેવા માટે હવે બહારની કેન્ટિંગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. સિવિલ સર્જન સહિતના સત્તાધીશોની ઘોર બેદરકારીના કારણે હૉસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને ભોજન માટે ભારે મુશ્કલી પડી રહી છે.
સ્કૂલમાં 5માં ધોરણની વિદ્યાર્થિનીને કરાટે શિક્ષકે ન્યૂડ વીડિયો બતાવ્યો
અમદાવાદમાંથી વધુ એકવાર હવસનો પૂજારી શિક્ષક ઝડપાયો છે, સમાચાર મળી રહ્યાં છે કે, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં કરાટે શિક્ષકે ધોરણ પાંચમા ભણતી એક વિદ્યાર્થિનીને ન્યૂડ વીડિયો બતાવીને અડપલાં અને છેડતી કરવાનો પ્રયાસ કર્યો છે. આ વાતને લઇને વિદ્યાર્થિનીના વાલીએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો અને કરાટે શિક્ષક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી, પોલીસે હાલ કરાટે શિક્ષકને ઝડપી પાડીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાથી વધુ એક મોટો છેડતીનો કિસ્સો સામે આવ્યો છે, શહેરમાં વસ્ત્રાલમાં આવેલી એકલવ્ય સ્કૂલમાં આ ઘટના ઘટી છે, અહીં એક કરાટે શિક્ષક જેનુ નામ આર્ય દુબે છે, તેને સ્કૂલમાં જ પાંચમા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીને ન્યૂડ વીડિયો બતાવ્યો છે. શિક્ષકની દાનત વિદ્યાર્થિનીની પર બગડી અને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આખો મામલો પ્રકાશમાં આવી જતાં વિદ્યાર્થિનીના માતા પિતાએ હવસના પૂજારી શિક્ષક વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ખાસ વાત છે કે, એકલવ્ય સ્કૂલની આ પાંચમા ધોરણની વિદ્યાર્થિનીએ આ વાતની જાણ તેના ઘરે કરતાં વાલીએ સ્કૂલમાં જઇને હોબાળો મચાવ્યો હતો, અને વાલીએ તાત્કાલિક પગલાં ભરતાં કરાટે શિક્ષક વિરૂદ્ધ રામોલ પોલીસ મથકે શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે કરાટે શિક્ષકની ધરપકડ કરી લીધી હતી.
જંબુસરમાં બની હૃદય કંપાવી દેતી ઘટના,બંને બહેનોને નશાકારક ઇંજેકશન આપી આચર્યું દુષ્કર્મ
ભરૂચના જંબુસરમાં ચૌંકાવી દેતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં 25 દિવસ પહેલા 4 યુવકોએ મળીને બંને બહેનોના અપહરણનો પ્લાન કર્યો અને બંને બહેનોને ઇકો કારમાં બેસાડીને તેમને ફાર્મ હાઉસ લઇ ગયા હતા. આ સાથે તેમણે નશાકારક ઇંજેકશન પણ સાથે લીધા હતા. બાદ બંને યુવતીઓને નશાકારક ઇંજેકશન આપ્યાં હતા અને તેમના પર દુષ્કર્મ પણ કર્યું હતું. આટલું જ નહી આરોપીએ તેમનો વીડિયો પણ બનાવ્યાની ફરિયાદ નોંઘાઇ છે. સમગ્ર ઘટનામાં પોલીસે 4 આરોપી વિરોધ ફરિયાદ નોંધી છે.જેમાં બે આરોપી યાસીન અને નઈમ નામના શખ્સની ધરપકડ કરી છે જ્યારે અન્ય 2 ફરાર આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.