શોધખોળ કરો
સુરેન્દ્રનગર પાસે કારમાં ગુજરાતના નિવૃત્ત ઉચ્ચ અધિકારીની મળી લાશ, જાણો કોણ છે આ અધિકારી?
વીઝીટીંગ કાર્ડમાં અમદાવાદ નારણપુરા વિસ્તારમાં રહેતાં અને રાજ્ય સરકારનાં એગ્રીકલચર વિભાગમાંથી ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે રીટાર્યડ થયેલ ગુણવંતરાય ઈચ્છાશંકર ભટ્ટ લખેલું હોવાનું માલુમ પડ્યું હતું અને અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનમાં તેમનો પુત્ર દેવેન ગુણવંતરાય ભટ્ટ નોકરી કરે છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા સર્કલ પાસે અમદાવાદ પાસિંગની કારમાંથી શંકાસ્પદ હાલતમાં અજાણ્યા આધેડની લાશ હોવાનું જણાતા લોકોનાં ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં. જ્યારે આ અંગેની જાણ થતાં સાયલા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી.
મૃતકની લાશ ડ્રાઈવરની બાજુની સીટમાંથી મળી આવતાં અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી. તેમજ મૃતક આઘેડના ગળાનાં તેમજ શરીરના ભાગે ઈજાઓના નિશાન હોય હત્યાની આશંકાઓ પણ સેવાઈ રહી છે. જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતાં મૃતક આધેડના પર્સમાંથી પાસપોર્ટ સાઈઝનો ફોટો તેમજ વીઝીટીંગ કાર્ડ મળ્યું હતું.
વીઝીટીંગ કાર્ડમાં અમદાવાદ નારણપુરા વિસ્તારમાં રહેતાં અને રાજ્ય સરકારનાં એગ્રીકલચર વિભાગમાંથી ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે રીટાર્યડ થયેલ ગુણવંતરાય ઈચ્છાશંકર ભટ્ટ લખેલું હોવાનું માલુમ પડ્યું હતું અને અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનમાં તેમનો પુત્ર દેવેન ગુણવંતરાય ભટ્ટ નોકરી કરે છે. આથી જુનાગઢથી અમદાવાદ તરફ જતાં હોવાનું બહાર આવ્યું હતું.
જ્યારે આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા, એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને લાશનો કબ્જો લઈ પીએમ અર્થે સાયલા સરકારી હોસ્પીટલે ખસેડી વધુ તપાસ હાથધરી હતી.
સાયલા હાઈવે પર શંકાસ્પદ હાલતમાં કારમાંથી લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી. જેમાં મૃતક આધેડના પર્સમાંથી પાસપોર્ટ સાઈઝનો ફોટો તેમજ વીઝીટીંગ કાર્ડ મળી આવ્યું હતું. વીઝીટીંગ કાર્ડમાં અમદાવાદ નારણપુરા વિસ્તારમાં રહેતાં અને રાજ્ય સરકારનાં એગ્રીકલચર વિભાગમાંથી ડેપ્યુટી ડાયરેકટર (એન્જીનીયર) તરીકે રીટાર્યડ થયેલ ગુણવંતરાય ઈચ્છાશંકર ભટ્ટ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement