કચ્છના મુન્દ્રા તાલુકામાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી
કચ્છના મુન્દ્રા તાલુકામાં ચાર ઈંચ વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. તો અનેક ખેતરોમાં પણ પાણી ભરાયા હતાં.

કચ્છના મુન્દ્રા તાલુકામાં મોડીરાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મુન્દ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બે કલાકમાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. સીઝનનો પ્રથમ વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. ચાર ઈંચ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.
કચ્છના મુન્દ્રા તાલુકામાં ચાર ઈંચ વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. તો અનેક ખેતરોમાં પણ પાણી ભરાયા હતાં. પૂર્વ-કચ્છના અંજાર અને ગાંધીધામમાં ભારે વરસાદ વરસ્યો હતો. ગાંધીધામમાં 2 કલાકમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ગાંધીધામ-ભચાઉ હાઈવે પર પાણી ભરાયા હતા. ગાંધીધામ રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા.
ભૂજમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભૂજમાં બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા હતા. ભૂજમાં અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. જામનગરના દરેડ નજીકનું ખોડીયાર માતાજીનું મંદિર વરસાદી પાણીમાં ગરકાવ થયું હતું. ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદ અને રંગમતી ડેમમાંથી પાણી છોડાતા મંદિરની ચારેય તરફ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા.
રાજ્યમાં આજે 9 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ
હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે ત્રણ- ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. આ તરફ દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. જેમાં વલસાડ અને નવસારીનો સમાવેશ થાય છે.
રાજ્યમાં આજે 9 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં આજના દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. છેલ્લા પાંચ વર્ષમાં ચાલુ વર્ષે જૂનમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. સામાન્ય રીતે જૂનમાં ગુજરાતમાં 15થી 20 ટકા વરસાદ વરસે છે.





















