શોધખોળ કરો

GUJARAT : રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનના ચાર તબક્કા પૂર્ણ, જાણો કેટલું થયું કામ

વર્ષ 2018 થી વર્ષ 2021 ના વર્ષોમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત 56689 કામો થયા છે.

Gandhinagar : રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનના ચાર તબક્કા પૂર્ણ થયા છે અને આજે 19 માર્ચે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના કોલવડા ગામેથી સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. 

આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળશક્તિનો મહિમા કરીને તેને જનશક્તિ સાથે જોડીને ગુજરાતને વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવ્યું છે. જળ આત્મનિર્ભરતા દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પરિકલ્પના સાકાર કરવા તેમણે પ્રેરણા આપી હતી.

રાજ્યમાં જળ અભિયાનના ચાર તબક્કા પૂર્ણ 
રાજ્યમાં આ જળ અભિયાનના ચાર તબક્કા જન સહયોગથી જવલંત સફળતાને વર્યા છે. વર્ષ 2018 થી વર્ષ 2021 ના વર્ષોમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત 56689 કામો થયા છે. 21402 તળાવો ઉંડા કરવાના અને નવા તળાવોના કામો તથા 1204 નવા ચેકડેમના કામો અને 50353 કિલોમીટર લંબાઇમાં નહેરો અને કાંસની સાફ-સફાઈના કાર્યો કરવામાં આવ્યા છે. 4 વર્ષમાં આ કામોના પરિણામે કુલ 61781 લાખ ઘન ફૂટ જેટલો જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે આ ઉપરાંત 156.93 લાખ માનવદિન રોજગારી ઊભી થઈ છે.

પ્રાકૃતિક ખેતી અપનાવવા મુખ્યમંત્રીની હાકલ 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓછા પાણીએ તથા રાસાયણિક ખાતર મુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવી સાચા અર્થમાં ધરતીમાતાને સુફલામ સુજલામ બનાવવા આ અભિયાનમાં વધુને વધુ લોકો જોડાય તેવું પ્રેરક આહવાન કર્યું હતું

આ અભિયાનના પ્રારંભ અવસરે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ઉપમેયર પ્રેમલસિંહ ગોલ, ધારાસભ્ય શંભુજી ઠાકોર, બલરાજસિંહ ચૌહાણ,જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપ ભાઈ,મુખ્ય સચિવ પંકજ કુમાર, તેમજ શહેર અને જિલ્લાના સંગઠન પદાધિકારીઓ, જળ સંપત્તિ સચિવ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ, નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત

Ravindra Jadeja Net Worth: આજે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી

UGC એ જાહેર કરી નવી ગાઇડલાઇન, વિદ્યાર્થીઓને મળશે આ પ્રકારની સુવિધાઓ

SC News: પિતા દલિત અને માતાની અન્ય જ્ઞાતિ, શું બાળકોને મળશે અનામતનો લાભ? SCનો મહત્વનો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Surat BJP Leader Suicide Case: ભાજપના મહિલા નેતાના સુસાઈડ કેસને લઈને મોટા સમાચારKhyati Hospital Scam:હોસ્પિટલ કાંડમાં સૌથી મોટો ખુલાસો, ત્રણ વર્ષમાં 112 લોકોના મોતRBI Reporate News: EMI ઓછી થવાની આશા પર ફરી વળ્યું પાણી, કોઈ ફેરફાર ન થયોNitin Gadkari :‘કોન્ટ્રાક્ટર ઠીક સે કામ નહીં કરેગા તો બુલડોઝર કે નીચે ડલવા દેંગે’ નીતિન ગડકરીની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત
Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત
Ravindra Jadeja Net Worth: આજે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી
Ravindra Jadeja Net Worth: આજે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી
UGC એ જાહેર કરી નવી ગાઇડલાઇન, વિદ્યાર્થીઓને મળશે આ પ્રકારની સુવિધાઓ
UGC એ જાહેર કરી નવી ગાઇડલાઇન, વિદ્યાર્થીઓને મળશે આ પ્રકારની સુવિધાઓ
SC News: પિતા દલિત અને માતાની અન્ય જ્ઞાતિ, શું બાળકોને મળશે અનામતનો લાભ? SCનો મહત્વનો નિર્ણય
SC News: પિતા દલિત અને માતાની અન્ય જ્ઞાતિ, શું બાળકોને મળશે અનામતનો લાભ? SCનો મહત્વનો નિર્ણય
Repo Rate: RBIએ વ્યાજ દરોને લઇને કરી મોટી જાહેરાત, જાણો તમારી EMI પર કેટલી થશે અસર?

RBI MPC:  RBIની ખેડૂતોને મોટી ભેટ, હવે સરળતાથી મળશે આટલા લાખની લોન

Bangladesh violence: બાંગ્લાદેશમાં ભારતીય પ્રોડક્ટનો બહિષ્કાર, BNP નેતાએ વિરોધમાં સળગાવી પત્નીની સાડી, જુઓ વીડિયો

Free Aadhaar Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે કરવું પડે છે આ કામ, જાણો સરળ પ્રોસેસ

Embed widget