શોધખોળ કરો

PM મોદીની 12મે ના એક દિવસીય ગુજરાતની મુલાકાતનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં શહેરી વિસ્તારના 4000 લાભાર્થીઓ અને ગ્રામીણ વિસ્તારના 3000 મળીને કુલ 7000 લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મી મે 2023 ના રોજ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) ના લાભાર્થીઓ માટે રૂ.1946 કરોડના ખર્ચે આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરાવશે. મહાત્મા મંદિર ખાતે બપોરે 12.00 વાગે યોજાનાર આ ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ અને ગ્રામીણ આવાસ મંત્રી રાઘવજી પટેલ સહિત અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

પીએમ મોદીનો એક દિવસીય ગુજરાતની મુલાકાતનો સમગ્ર કાર્યક્રમ

  • PM મોદી 12મેં ના રોજ એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે.
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12મેના રોજ ગાંધીનગરમાં યોજાનાર 3 કાર્યક્રમમાં હાજરી આપશે.
  • 12મેના રોજ પ્રધાનમંત્રી સવારે 10 વાગે અમદાવાદ એરપોર્ટ આવશે.
  • 11 વાગે પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં ગિફ્ટ સિટી ખાતે હાજરી આપશે.
  • 12 વાગે મહાત્મા મંદિરમાં અમૃત અવાસોત્સવમાં હાજરી આપશે.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.1946 કરોડના 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહ પ્રવેશના કાર્યક્રમમાં આપશે હાજરી
  • શહેરી વિસ્તારમાં 7113 આવાસોનું અને ગ્રામીણ વિસ્તારમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી.
  • મહાત્મા મંદિરથી પ્રધાનમંત્રી રાજભવન જશે.
  • રાજભવનમાં 1.30 થી 2.30  સુધી રોકાણ કરશે પ્રધાનમંત્રી મોદી.
  • પ્રધાનમંત્રી રાજભવનમાં CM, સંગઠનના પદાધિકારીઓ તથા સરકારના મુખ્ય સચિવ સહિત અધિકારો સાથે કરશે બેઠક.
  • પ્રધાનમંત્રી મોદી બપોરે 3 વાગે ગિફ્ટ સિટી જશે.
  • ગિફ્ટ સીટીમાં વિવિધ કંપનીના CEO તથા વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે કરશે બેઠક.
  • PM 5 વાગે ગિફ્ટ સિટીથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.
  • અમદાવાદ એરપોર્ટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થશે.

7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહુર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહુર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 232 તાલુકાઓના 3740 ગામોમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ રૂ.1946 કરોડના ખર્ચે 42,441 આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરવામાં આવશે.

કાર્યક્રમમાં શહેરી અને ગ્રામીણ યોજનાના સાત લાભાર્થીઓને તેમના ઘરની ચાવીનું વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો લિંક દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ કરશે અને ત્યારબાદ કાર્યક્રમને અનુરૂપ સંબોધન કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) પર એક ટુંકી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવશે.

તમામ લાભાર્થીઓ પસંદ કરાયેલા સ્થાન પરથી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાશે

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં શહેરી વિસ્તારના 4000 લાભાર્થીઓ અને ગ્રામીણ વિસ્તારના 3000 મળીને કુલ 7000 લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, મહાનગરો, નગરપાલિકાઓ તેમજ ગામોના તમામ લાભાર્થીઓ પસંદ કરાયેલા સ્થાન પરથી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાશે. લગભગ 3900 પ્રોજેક્ટ સ્થળો (શહેરી અને ગ્રામીણ) પર BISAG દ્વારા કનેક્ટિવિટીની કાર્યવાહી કરવામાં આવશે. દરેક સ્થળો પર તોરણ-રંગોળી, ફૂલોનું સુશોભન, વૃક્ષારોપણ, મહિલાઓ દ્વારા કળશવિધિ અને પૂજા, સ્થાનિક લોકગીતો અને લોકનૃત્યો વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ, આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા પર્યાવરણ માટે જીવનશૈલી (LiFE) માટે નિર્ધારિત ફોર્મેટમાં પ્રતિજ્ઞા પણ લેવામાં આવશે. દરેક સ્થળો પર મેયર, ભૂતપૂર્વ ટીપી/ડીપી સભ્યો, પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કેટલા આવાસ બનાવાયા ?

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 11.56 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેમાં શહેરી વિસ્તારમાં કુલ 7.50 લાખ આવાસો જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 4.06 લાખથી વધુ આવાસોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ
ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Embed widget