આજે ગાંધીનગર મહાનગરપાલિકા સહિત રાજ્યમાં કઇ-કઇ બેઠક માટે ક્યાં ચૂંટણી યોજાઇ રહી છે, જાણો
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 11 વોર્ડની 44 બેઠક માટે મતદાન થઇ રહ્યું છે, ભાજપ-કોંગ્રેસના 44-44 અને આપના 40 ઉમેદવાર મેદાનમાં છે.
![આજે ગાંધીનગર મહાનગરપાલિકા સહિત રાજ્યમાં કઇ-કઇ બેઠક માટે ક્યાં ચૂંટણી યોજાઇ રહી છે, જાણો Gandhinagar municipal corporation thara and okha nagarpalika elections today આજે ગાંધીનગર મહાનગરપાલિકા સહિત રાજ્યમાં કઇ-કઇ બેઠક માટે ક્યાં ચૂંટણી યોજાઇ રહી છે, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/03/09c46077aa9fa3a3a6cd4dc438c7ecc4_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Election:આજે મહાનગર પાલિકાની 11 વોર્ડની 44 બેઠક માટે મતદાન થઇ રહ્યું છે. ગાંધીનગર મતદાતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિય જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ માટે પ્રતિષ્ઠા તો કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઇ છે. તો આમ આદમી માટે ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી માટેની લડત છે. ઉલ્લેખનિય છે કે ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કુલ 162 ઉમેદવારો છે. ભાજપ-કોંગ્રેસના 44-44 અને આપના 40 ઉમેદવાર મેદાનમાં
તો આજે થરા, ઓખા અને ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં 78 બેઠક પર 205 ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાઇ છે. જેમાં અરવલ્લીની ખાલી પડેલી પાલિકાની 4 બેઠક માટે પણ મતદાન થઇ રહ્યું છે. અરવલ્લીમાં 64 મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
બનાસકાંઠાના થરા નગરપાલિકાની બેઠક માટે આજે મતદાન થઇ રહ્યું છે. જેમાં 6 વોર્ડમાંથી 5 વોર્ડના 20 સદસ્યો માટે ચૂંટણીમાં વોર્ડનં 3ના ભાજપના 4 ઉમેદવાર બિન હરીફ થયા છે. અહીં પાંચ વોર્ડની 20 બેઠકો માટે 48 ઉમેદવાર મેદાને છે. થરામાં પણ કોંગ્રેસ, ભાજપ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.
તો તાપી જિલ્લા પંચાયત કરંજવેલની ખાલી પડેલી બેઠક માટે પણ ચૂંટણી યોજાઇ રહી છે. આમ તો આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. અહીં પણ કોંગ્રેસ, ભાજપ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.
દ્વારકાના ઓખા નગરપાલિકાની ચૂંટણી માટે 50 બૂથો પર મતદાન થઇ રહ્યું છે. તો રાજકોટ જિલ્લા પંચાયતની બે બેઠક સાણથલી અને શિવરાજપુર બેઠક માટે વોટિંગ થઇ રહ્યુ છે.
થરા, ઓખા અને ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં 78 બેઠક પર 205 ઉમેદવાર વચ્ચે જંગ ખેલાયો છે તો અમદાવાદ કોર્પોરેશનની બે, જૂનાગઢ કોર્પોરેશનની પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના 3-3 મળી કુલ 10 ઉમેદવાર વચ્ચે સ્પર્ધા છે. તો રાજ્યમાં વિવિધ નગરપાલિકાની 42 બેઠક પર 117 ઉમેદવાર અને વિવિધ તાલુકા પંચાયતની 43 બેઠકો પર 123 ઉમેદવાર વચ્ચે સ્પર્ધા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)